Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

જામનગરમાં રીવાબા જાડેજા ઉપર નિર્લજ્જ હુમલો કરનાર પોલીસ કર્મચારી સંજય ડાંગર બદલી બાદ સસ્પેન્ડ

ગુજરાત પોલીસનો કોઇ વ્યકિત મહિલા ઉપર હુમલો કરે તે સાંખી ન લેવાયઃ પ્રદિપ સેજુલ

જામનગર તા. ૨૨ : જામનગરમાં રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઉપર પોલીસ કર્મીનો નિર્લજ્જ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ બાદ આરોપીની ડાંગ બદલી કરી સસ્પેન્ડ કરી દેવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રફુલ્લાબા હરદેવસિંહ રામસિંહ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–પ–ર૦૧૮ના શરૂ સેકશન રોડ પોલસ હેડ કર્વાટર ના ગેટ સામે આ કામના આરોપી સંજય ખીમાભાઈ કરંગીયા રે. પોલીસ હેડકવાર્ટર, જામનગરવાળાના હવાલાનું હન્ક મોટરસાયકલ ગફલતભરી રીતે ચલાવી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની બી.એમ.ડબલ્યુ કાર રજી.નં. જી.જે.૦૩– એચ.આર.૯૩૬૬ સાથે બહેનને ભુંડી ગાળો આપી જાપટો મારી સાહેદ રીવાબાના વાળ પકડી ગાડીના કાચ સાથે બે ત્રણ વખત માથુ ભટકાડી માથામાં ઈજા કરી આ કામના આરોપી સંજયે  નિર્લજ્જ હુમલો કરી ગુનો કરેલ છે.

આ ઘટના અંગે એસ.પી. પ્રદિપ સેજુલની પ્રત્રકારોએ મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે, એક ગુજરાત પોલીસનો વ્યકિત કોઈ મહિલા ઉપર હુમલો કરે એ સાખી ન લેવાય આ અનુસંધાને તેમની ડાંગ જિલ્લામાં બદલી કરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

(11:59 am IST)