Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

તળાજાનાં મથાવડાની છાત્રા સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષક ગિરીશ રાવળ જેલહવાલેઃ નરેશ પાલીવાલની શોધખોળ

ભાવનગર, તા. ૨૨ :. તળાજા પોલીસ મથકમાં મથાવડા પ્રા. શાળાના બે શિક્ષકો વિરૂદ્ધ એકે દુષ્કર્મ આચરવુ અને બીજાએ મદદગારી કરવી મુજબ નોંધાયેલ ફરીયાદ સંદર્ભે દુષ્કર્મ આચરનાર 'લવગુરૂ'ના બે દિવસના રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે થયેલ છે. જ્યારે મદદકર્તા આરોપી પોલીસ નેટવર્કથી બહાર છે.

પોતાના જ કલાસમાં ધો. ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને 'પ્રેમજાળ'માં ફસાવી દુષ્કર્મના આરોપી શિક્ષક ગિરીશ રાવળના રીમાન્ડ પૂર્ણ થતા તળાજા પોલીસે કોર્ટ હવાલે કરતા કોર્ટે જેલ હવાલે કરેલ છે. બીજી તરફ આ બનાવની ફરીયાદને અઠવાડીયુ થવા છતા મદદકર્તાનો આરોપ છે તેવા મથાવડા પ્રા. શાળાના જ શિક્ષક નરરેશ પાલીવાલ હજુ સુધી પોલીસ નેટવર્કથી બહાર છે.

ટયુશન કલાસમાં આવતી તેર વર્ષની બાળાને હશિયાર વિદ્યાર્થી બનાવી તેમનુ ભાવિ ઉજ્જવળ બનાવવાના બદલે 'લવગુરૂ'એ આચરેલ દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાને લઈ શિક્ષણ જગત દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે ? તેનો શિક્ષણ જગત ખુલાસો કરી શકયુ નથી.

તો તેમની સાથે આ ગંભીર ગુનાનો મદદકર્તાનો આરોપી પણ આઠ આઠ દિવસથી પોલીસ પકડમાં ન આવતા પોલીસે લંપટ ગુરૂને સરાજાહેર કરેલી સજાને લઈ સંતોષ માન્યો હોય તેવી જનમાનસ પર છાપ ઉભી થતી જાય છે.

શિષ્યા સાથે લંપટતા આચરનાર 'લવગુરૂ' વિરૂદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોક લાગણી પ્રબળ બનતી જોવા મળી રહી છે. સાંભળવા મળતી લોક લાગણીને લઈ તાલુકા શિક્ષણાધિકારીનો મબાઈલ સંપર્ક કરતા તેઓએ વાત કરવાની   તસ્દી લીધી ન હતી.

(11:56 am IST)