Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કચ્છની ૭૫ પાજરાપોળ માં 'ઘાસ' નો જથ્થો તળીયા ઝાટક

સરકારની ર રૂા કિલો ઘાસની જાહેરાત માત્ર કાગળ પર

ભુજ તા ૨૨ :  ગત દસ દિવસ પહેલા કચ્છ આવેલા મુખ્ય મંત્રી વિજયરૂપાણીએ પાંજરાપોળો માટે ર રૂપિયેકિલો ઘાસ આપવાની  કરેલી જાહેરાત માત્ર કાગળ ઉપર જરહી છે.

કચ્છ જીલ્લા પાંજરાપોળ અને ગોૈશાળા ફેડરેશનના ઉપપ્રમુખ શિવદાસ પટેલના જણાવ્યા પ્રમાણે કચ્છની ૭૫ જેટલી પાંજરાપોળમાં આશ્રય લેતા ૭૫ થી ૮૦ હજા જેટલા પશુઓની હાલત કફોડી છે. મોટાભાગનીપાંજરાપોળોમાં ઘાસનો જથ્થો તળીા ઝાટક છે.

જયારે સરકારે ર રૂપિયે કિલો ઘાસ આપવાની કરેલી જાહેરાત ને દસ દિ થયા પણ હજુ કયાંયે વ્યવસ્થા ગોઠવાઇ નથી એ જાહેરાતમાત્ર કાગળ ઉપર છે. આર્થિક મંદીના કારણે પાંજરાપોળ-ગોૈશાળામાં મુશ્કેલી નડી શહી છે ત્યારે રાહત દરે ઘાસ આપવાની વ્યવસ્થા ઝડપભેર નહીં ગોઠવાય તો ગોૈધન મૃત્યુના મુખમાં ધકેલાઇ શકે છે.

(11:55 am IST)