Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ભુજની દુન સ્કુલ દ્વારા આરટીઇનાં ભંગ બદલ રૂ. ૧ લાખનો દંડ

ભુજ, તા.૨૨: સરકાર ના નિયમોની ઐસીતૈસી કરનાર ખાનગી સ્કૂલો સામે કચ્છ જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ કચેરી એ સયુંકત કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું છે.શિક્ષણ ક્ષેત્રે જાણીતી ભુજની દૂન સ્કૂલ અત્યારે આંતરિક વિવાદો માં દ્યેરાયેલી છે તે વચ્ચે જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ કચેરીએ દૂન સ્કૂલને રૂપિયા એક લાખ નો આકરો દંડ ફટકારતા કચ્છભર ના શિક્ષણ જગત માં ખળભળાટ મચી ગયો છે.

માધ્યમિક શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે સયુંકત આપેલી માહીતી અનુસારRTE  હેઠળCBSE બોર્ડ ના સરકાર ના કાયદાનું પાલન નહીં કરવા બદલ દૂન સ્કૂલ ને એક લાખ રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે.દૂન સ્કૂલે  એટલે કે રાઈટ ટુ એજયુકેશન એકટ ૨૦૦૯ અને ૨૦૧૨ હેઠળ નાની વય ના બાળકોને પ્રવેશ, નિયત કરતા વધુ ફી લેવી,શાળા સેફટી ના નિયમો નો ભંગ કર્યો હોવાથી દૂન સ્કૂલ ને આ દંડ ની સજા કરાઈ છે. ખાનગી સ્કૂલો સામે શિક્ષણ કચેરીની આ ધાક બેસાડતી કામગીરી થી ખાનગી શાળાઓ માં ફફડાટ સર્જાયો છે અને કાયદા નું ભાન થતાં ખાનગી શાળાઓ ના સંચાલકો ની દાદાગીરી ઉપર અંકુશ આવશે.

દૂન સ્કૂલમાં ધો ૧ માં અભ્યાસ કરતી બાળકીને માર મારવાના ચકચારી કિસ્સામાં હવે શું કાર્યવાહી થશે તેની ચર્ચા છે. સમગ્ર ભુજ માં 'ટોક ઓફ ધી ટાઉન' બનેલા આ કિસ્સામાં પ્રાથમિક શિક્ષણ કચેરીએ દૂન સ્કૂલનાCCTVકેમેરા બંધ હોવાની શાળા સંચાલકોની દ્વારા કરાયેલી જૂની પોલીસ ફરિયાદ અંગે માધાપર પોલીસ પાસે થી માહિતી મેળવવા સહયોગ માગ્યો છે. તે અંગે ના રિપોર્ટ બાદ પુરાવાના આધારે કાયદાકીય કાર્યવાહી કરાશે. જો કે, દૂન સ્કૂલે જાતે આ અંગે કોઈ તપાસ કરી નથી તેવું શ્રી સંજય પરમારે જણાવ્યું હતું. વાલી વિપુલ ગોરે આ મામલે દૂન સ્કૂલ ની વિરૂદ્ઘ શિક્ષણ કચેરીમાં ફરિયાદ કરી હતી.કચ્છ માં કોઈ અંગ્રેજી માધ્યમની શાળા વિરુદ્ઘ એક લાખ રૂપિયાનો દંડ ફટકારીને કડક કાયદાકીય કાર્યવાહી કર્યાનો શિક્ષણ વિભાગનો આ પ્રથમ કિસ્સો છે.

(11:54 am IST)