Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પોરબંદર-છાંયા પાલિકાના પૂર્વ પ્રમુખ ભોજા કાના સહિત ૯ શખ્સો દ્વારા ધારિયા પાઇપ વડે હુમલો

પૂર્વ પ્રમુખ સામે પેશકદમીની કલેકટરને કરેલ અરજીનું મન દુઃખ કારણભૂતઃ રાયોટીંગનો ગુન્હો

 પોરબંદર તા.૨૧: છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજા કાના ખૂંટી તથા તેનો પુત્ર લાખા ભોજા તેમજ હરેશ ઉર્ફે તોતડો, રણજીત ઉર્ફે બાધો અતુલ આલિયા ખુંટી, અને ૪ અજાણ્યા માણસો એક સંપ કરીને છાંયાના ભોજા ઉર્ફે લીલા પરમાર ઉપર ધારિયા લાકડી અને પાઇપ વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ કમલા બાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે આરોપીઓ સામે પોલીસે રાયોટીંગનો ગુન્હો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવેલ કે છાંયા પાલિકાના પુર્વ પ્રમુખ ભોજા કાના વિરૂધ્ધ પેશકદગીની કલેકટરને અગાઉ અરજી કર્યા બાદ મન દુઃખ રાખીને આ હુમલો કર્યો હતો આરોપીઓએ પ્રથમ ફોન ઉપર ગાળો અને ધમકી આપી હતી ત્યારબાદ ૩ બાઇક અને કારમાં ૯ આરોપીઓ ભોજા ઉર્ફે કારાના ઘેર આવીને હુમલો કર્યો હતો પોલીસે તપાસ હાથ ધરી છે.(૭.૧૩)

(11:27 am IST)