Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ઉનાના નાળીયેરી મોલી સીમમાં ખેતર ખેડવા પ્રશ્ને ધારીયા કુહાડી લાકડી વડે હુમલો

ઉના, તા. રર : ઉના તાલુકાના નાળીયેરી મોલી ગામની સીમમાં વાવવા ખેતર રાખેલ ખેડૂત ઉપર બે શખ્સોએ ધારીયા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

ઉના તાલુકાના નાળીયેરી મોલી ગામની સીમમાં વાવવા માટે જમીન ભાડે રાખનાર તખુભા ભીખુભા કોટીલા જાતે કાઠી દરબાર (ઉ.વ.૩ર) રે. સાણાવાંકીયા વાળાએ નાળીયેરી મોલી ગામના હરજીભાઇ કુરજીભાઇની રાખેલ હતી. અને તેમાં ટ્રેકટર લઇને ખેડ કરતા હતાં ત્યારે કુરજીભાઇ દેવસીભાઇ રાખોલીયા, દેવસીભાઇ રાખોલીયા રે. નાળીયેરી મોલી વાળા આવી આ જમીન અમારી છે કેમ ખેડો છો તેમ કહી ગાળો બોલી લોખંડના ધારીયા વડે હુમલો કરી ડાબા હાથમાં ફેકચર કરી ત્થા અન્ય આરોપીએ કુહાડી વતી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. તખુભા કોટીલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સામા પક્ષે કુરજીભાઇ દેવસીભાઇ રાખોલીયા રે. નાળીયેરી મોલી વાળાએ પણ તખુભા ભીખુભા કોટીલા રે. સાણાવાકીયા સહિત અજાણ્ય ૩ શખ્સો મળી કુલ ૪ શખ્સોએ જમીન વાવવા બાબતે મનદુઃખને કારણે તખુભાએ ફોન કરી કુરજીભાઇને વાડીએ બોલાવી તેમના પિતા દેવસીભાઇને લોખંડનો પાઇપ વતી હુમલો કરી ગંભીર ઇજા પગમાં કરી અન્ય ૩ અજાણ્યા શખ્સો પગમાં લાકડી વતી માર મારી જમણા હાથમાં કાંડાના ભાગે ઇજા કરી માથાના ભાગે ઇજા કરી મારી નાખવાની ધમકી આપ્યાની ઉના પોલીસમાં ફરીયાદી નોંધાવી હતી. આ બન્ને ફરીયાદોની તપાસ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર ખુમાણ કરી રહ્યા છે. (૮.પ)

(9:42 am IST)