Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

જામનગર : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને નડ્યો અકસ્માત : રોન્ગ સાઇડમાં આવેલી બાઇકે રીવાબાની ગાડીને ટક્કર મારી : પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો : એક શખ્શે વાળ ખેંચી લાફા માર્યા : રીવાબાને ઇજા : એસપી ઓફિસે પહોંચ્યા રિવાબા : સારવાર માટે ડોક્ટરને એસપી ઓફિસે બોલાવાયા : હુમલો કરનાર કોન્સ્ટેબલ સંજય આહીરને પકડી લેવાયો : કડક કાર્યવાહીનો એસપી પ્રદિપ સેજુલનો નિર્દેશ

 જામનગર : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની કારને અકસ્માત થતા બાઇક બાઈક સવાર પોલીસ કોન્સ્ટેબલે રીવાબા પર હુમલો કર્યો હતો શરૂ સેક્શન રોડ પર પોલીસ ક્વાર્ટર નજીક રોંગ સાઈડમાં આવીને બાઇકે ટક્કર મારતા અકસ્માત થયા બાદ બોલાચાલીમાં એક શખ્શે રીવાબાના વાળ ખેંચીને લાફા માર્યા હતા અને રીવાબાને ચહેરાને કાર સાથે અથડાવ્યો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાની કારનો પોલીસ હેડક્વોર્ટર પાસે અકસ્માત થયો હતો અકસ્માત બાદ બાઈક ચાલક કોન્સ્ટેબલે રિવાબા પર હુમલો પણ કર્યો હતો અને નાસી ગયો હતો. આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવા રિવાબા SP કચેરી ખાતે દોડી ગયા હતા

    ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને સાંજના સમયે કાર લઈને જતા સમયે શહેરના શરૂ સેક્શન રોડ પર બીએમડબ્લ્યૂ X1 કાર જઈ રહ્યા હતા ત્યારે પોલીસ ક્વાર્ટર નજીક રોંગ સાઈડથી આવી રહેલી એક બાઈકે ટક્કર મારી હતી. જે અંગે બાઈક સવાર બે શખસો સાથે બોલાચાલી થતા તેમાંથી એક શખસે રિવાબાના વાળ ખેંચી તેમને લાફા ઝીંકી દીધા હતા અને રિવાબાના ચહેરાના કાર સાથે અથડાવ્યો હતો. અકસ્માત બાદ બંને શખસો બાઈક લઈને નાસી છૂટ્યા હતા.

   રિવાબા પર હુમલો કરનાર શખસ પોલીસ કોન્સ્ટેબલ સંજય આહીર હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત અને હુમલાની ઘટના બાદ રિવાબા ફરિયાદ નોંધાવવા માટે શહેર SPની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમને એસપીએ ફર્સ્ટ એઈડ બોક્સમાંથી સારવાર આપી હતી. ઘટનાની જાણ થતા રવિન્દ્ર જાડેજાનો પરિવાર પણ પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી ગયો હતો.

  આ મામલે જામનગરના એસપી પ્રદિપ સેજુલે જણાવ્યું હતું કે, સાંજના સમયે રિવાબા સર્વિસ સેક્શન રોડ પર કાર ડ્રાઈવ કરી રહ્યા હતા તે સમયે પોલીસ કર્મચારીના બાઈક સાથે અકસ્માત થઈ ગયો. આ બાદ પોલીસ કોન્સ્ટેબલે રિવાબા પર હાથ ઉપાડ્યો હતો. આ મામલામાં અમે હાલમાં FIR દાખલ કરી રહ્યા છીએ. આ મામલે રાજ્યના DGP અને સરકાર બંને સાથે વાત થઈ ચૂકી છે, તેમણે મહિલા સાથે આ પ્રકારના દુરવ્યવહાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

  જોકે હુમલાનેનજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે રિવાબાની કાર પોલીસ હેડક્વાર્ટર પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે પલ્સર બાઈક અને કારની ટક્કર થઈ હતી. જે બાદ બાઈક ચાલક પોલીસ કોન્સ્ટેબલે રિવાબાને બેફામ ફટકાર્યા હતા. મે તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે 17મી એપ્રિલ 2016માં રવિન્દ્ર જાડેજા અને રિવાબાના ધામધૂમ પૂર્વક લગ્ન થયા હતા. હાલમાં રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી આઈપીએલમાં રમવામાં વ્યસ્ત છે, અને તેની ટીમ લીગમાં સારું પ્રદર્શન કરી રહી છે. રિવાબાએ પાછલા વર્ષે જ માતૃત્વ ધારણ કર્યું હતું. તેમણે એક ક્યૂટ દીકરીને જન્મ આપ્યો હતો.

(9:32 am IST)