Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી ડેમુ સ્પેશિયલ ટ્રેનો 23 મે સુધી રદ : ઓછા મુસાફરો મળતા રેલવેતંત્ર દ્વારા નિર્ણય

વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી ડેમુ સ્પેશિયલ ટ્રેનો 23 મે સુધી રદ કરવામાં આવી છે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટીતંત્ર દ્વારા 23 એપ્રિલથી 23 મે 2021 દરમિયાન વાંકાનેર-મોરબી વચ્ચે દૈનિક દોડતી ડેમૂ સ્પેશિયલ ટ્રેનોની ત્રણ જોડી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ રદ થયેલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1. ટ્રેન નંબર 09441/09442 વાંકાનેર- મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશ્યલ. 2. ટ્રેન નંબર 09443/09444 વાંકાનેર-મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશ્યલ. 3. ટ્રેન નંબર 09439/09440 વાંકાનેર-મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશ્યલ. ટ્રેન રદ કરાઈ છે

(11:32 pm IST)