Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મોરબીમાં દર્દીઓને ઇન્જેક્શન અને ઓક્સીજન બોટલ રીફીલીંગની યોગ્ય વ્યવસ્થાની માંગ

શહેરના જાગૃત નાગરિકોએ કલેકટરને રજૂઆત કરી

મોરબી જીલ્લામાં હોસ્પિટલમાં એડમિટ દર્દી તેમજ હોમ આઈસોલેશનમાં રહેલ દર્દીઓના રેમડેસીવર ઇન્જેક્શન મળે તેમજ ઓક્સીજન બોટલ રીફીલીંગ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા જાગૃત નાગરિકોએ માંગ કરી છે
મોરબીના જાગૃત નાગરિકો મેહુલ ગાંભવા, રાજેશ એરણીયા, યોગેશ પટેલ અને ભગીરથસિંહ રાઠોડ સહિતના દ્વારા કલેકટર મારફત રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયેલ છે તેમજ મોરબીના દર્દીઓ રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ જવું પડે છે જેથી હોસ્પિટલમાં તાત્કાલિક બેડોની સંખ્યા વધારવામાં આવે
તે ઉપરાંત રેમડેસીવર ઇન્જેક્શન માટે હોસ્પિટલમાં એડમિટ દર્દીઓ તેમજ હોમ આઈસોલેટ દર્દીઓ માટે ઇન્જેક્શનની વ્યવસ્થા તેમજ ઓક્સીજન બોટલ રીફીલીંગ અને રેમડેસીવર માટે જોગવાઈ કરવા માંગ કરી છે જીલ્લામાં આઈસીયુ અને ઓક્સીજન બેડની સંખ્યા તાત્કાલિક વધારવી જરૂરી છે અને જો તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ના કરાય તો ગાંધી માર્ગે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કચેરીએ ઘેરાવ કરવામાં આવશે જેની જવાબદારી તંત્રની રહેશે

(10:11 pm IST)