Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

લોકડાઉન બાબતે પ્રધાનમંત્રીનું સંબોધન નાયબ મુખ્યમંત્રીનું નિવેદન, દેશવાસીઓ માટે રાહતરૂપ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૨: દેશ વાસીઓ કોરોના અને લોકડાઉન બંનેનો ભય અનુભવી રહ્યા છે સમગ્રદેશ માં એક અનોખા ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યુ છે તેવા સમયે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કરી.

દેશને કોરોના અને લોકડાઉન બંને માંથી બચાવવો છે તેવું જણાવી ખરા સમય એ દેશ વાસીઓને રાહત હિંમત અને ધરપત થાય તેવો સંદેશો આપેલ છે તે બદલ લોટ્સ ઓફ સેલ્યુટ આગલા દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ લોકડાઉનથી સંક્રમણ ચેઇન તૂટી જય એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી લોકડાઊનથી ધંધા રોજગારને નુકસાન થાય છે તે જણાવી લોકડાઉન બાબતે જે સ્ટેન્ડ કેન્દ્ર અને રાજય સરકારએ લીધેલ છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ભારતની વાસ્તવિકતાને અનુરૂપ છે. જેનુ સમર્થન દેશના જાગૃત અને અભ્યાસી નાગરિકો એ કરવુ જોઈએ એ માટે જાહેરમા બહાર આવી સમર્થન આપવુ દેશના હિતમાં છે.કેમ કે ભારતમાં કોરોના કરતા લોકડાઉન વધારે ઘાતક સાબિત થાય એવી આર્થિક અને સામાજિક વાસ્તવિકતા છે. બીજું જે કોઈ નાગરિક પોતાનો ધંધો રોજગાર બંધ રાખશે ધંધા માટે બહાર નઈ નીકળે તેને કોરોના નહિ આવે તેવી કોઈ વૈજ્ઞાનિક ખાતરી નથી. ટ્રાવેલ હિસ્ટરી નીલ હોય બહાર નીકળતા નો હોઈ તેવા લોકો પણ પોઝિટિવ આવ્યા ના કિસ્સા નોંધાયા છે. તો પણ આ બધી નકર હકીકતો અવગણીને લોકડાઉન લાવવું કે સમર્થન આપવું બંને બાજુથી દંડાવા સમાન છે. એક તો લોકડાઉનના કારણે ધંધા રોજગારીની આવક બંધ થાય અને મેડિકલ અને અન્ય ખર્ચા માં વધારો થાય એવુંજ સરકારશ્રીને વિવિધ કર — ટેકસ ની આવકો બંધ અને પેકેજ મેડિકલ સેવા અને અન્ય સહાયો પાછળ ખર્ચ વધે જે બંને બાજુથી દંડાવાનું પગલું છે. એટલે રાષ્ટ્રજોગ સંબોધનમાં અને નાયબ મુખ્યમંત્રીના નિવેદનમા દેશના ખેડૂતો મજૂરો રોજે રોજ ની કમાણી વાળા કરોડો લોકો ની સ્થિતિ ની ખ્યાલ અને તેમના તરફ ની સંવેદના જોવા મળે છે.

જે વાત નું પ્રતિબિંબ સંબોધનમાં અને નાયબ મુખ્ય મંત્રીશ્રીના નિવેદનમાં જોવા મળે છે. જેની સરાહના કરું છું, આવકારૃં છું, અને આશા રાખું છું કે દેશવાસીઓ કોરોના અને લોકડાઉનના ભયમાંથી બહાર આવશે અને બચી જશે.તેમ સાવરકુંડલા એવી એમસીના ચેરમેન દિપક માલાણીએ એક યાદીમાં જણાવ્યું છે.

(12:49 pm IST)