Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જામનગરના જામવંથલીમાં સ્વૈચ્છીક લોકડાઉન

દુધ અને અનાજની દુકાનો માત્ર ૪ કલાક ખુલ્લી રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૨: જામનગર જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધતા એક બાદ વધુ એક ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી થઈ રહી છે.

જામનગરના જામવંથલી ગામે સ્વૈચ્છિક લોકડાઉનની અમલવારી શરુ કરવામાં આવી છે. ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્રારા વેપારીઓ સાથે મીટીંગ કરી નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્યારે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે દુધ અને અનાજની દુકાન માત્ર ૪ કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય કરી લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ના નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. ૫૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમા લોકોએ સહકાર આપી સ્વૈચ્છિક રીતે લોકડાઉનની અમલવારી કરી આગામી ૩૦ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો જામવંથલીગામમા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:46 pm IST)