Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ભાણવડ પાલિકામાં કાલે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઃ ભાજપના બળવાખોર સભ્યોના ટેકાથી કોંગ્રેસ હોદ્દા કબ્જે કરશે ?

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રર : ભાણવડ પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના ચેરમેનની વરણીમાં એક વિપક્ષ મહિલા સદસ્યાને વાંધો પડતા તેમણે કોંગ્રેસની મદદથી કારોબારી ચેરમેન પદુ લઇ લીધું હતું તે પછી ભાજપ દ્વારા મહીનાઓ સુધી કંઇ પગલા ના લેવાતા કોંગ્રેસે ખેલ પાડીને ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિકલ્પની દરખાસ્ત રજુ કરીને ભાજપના બળવાખોરોના ટેકાની થાય ઉપપ્રમુખની ચૂંટણી થશે જેમાં ભાજપ પાસે ર૪ માંથી ૮ સદયોજ હોય કોંગ્રેસ વધુ એકવાર ભાજપના બળવાખોરોના ટેકાથી સત્તા કબજે કરશે.

ભાણવડ જિ.પં.ના એક કોંગ્રેસ સદસ્યનો આ સતા કબજે કરવામાં મોટો ફાળો ગણાય છે. તો ભાજપના બળવાખોરોને મહત્વના હોદા અપાય તેવી સંભાવના છે તો ભાજપે બળાખોરોને સસ્પેન્ડ કરી તેમના સભ્યપદ રદ કરવા કાર્યવાહી પણ કરી છે.

(12:44 pm IST)
  • ભારતમાં કોરોના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને અમીરાત એરલાઇન્સ 25 એપ્રિલથી દુબઈ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ 10 દિવસ માટે સ્થગિત કરશે access_time 7:57 pm IST

  • આંદામાન ટાપુઓ ઉપર ભૂકંપ : આંદામાન ટાપુઓ ઉપર ૪ પોઈન્ટ ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે access_time 11:32 am IST

  • કોરોના રોગચાળાની બીજી લહેરની પકડમાં જીવલેણ વાયરસ ઘણા દેશોને પાયમાલ કરી રહ્યો છે. પરિણામેં વૈશ્વિક સ્તરે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આઠ લાખથી વધુ નવા કોરોના ના કેસ મળી આવ્યા અને 14 હજારથી વધુ પીડિતો દુઃખદ મૃત્યુ પામ્યા છે. અમેરિકાની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર બુધવારે સવારે કોરોના પીડિતોનો વૈશ્વિક આંકડો વધીને 14 કરોડ 26 લાખથી વધુ થઈ ગયો છે. access_time 1:37 am IST