Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મોરબી ફાયર વિભાગ દ્વારા કોરોનાગ્રસ્ત મૃતકોના અગ્નિસંસ્કાર : સરકારી ચોપડે ૩ મોત

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતી વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર ૭૦ કેસ જ દર્શાવ્યા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪,૫૫૫ કેસમાંથી ૩૬૦૭ સાજા થયા : જ્યારે આજે સરકારી આંકડા મુજબ વધુ ૩ દર્દીના મૃત્યુ સાથે કુલ ૩૦૩ના મોત, એકિટવ કેસ વધીને ૬૪૫ થયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૨: મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે ૨૧ એપ્રિલ, બુધવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૧૭૨ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૭૦ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે દ્યરે દ્યરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જયારે મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૩ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. તેમજ સત્ત્।ાવાર મોરબી જિલ્લામાં ૩ કોવિડ ડેથ જાહેર કર્યા છે.

જયારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ ૧૫ ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી. (૨૨.૨૦)

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એકિટવ કેસ  : ૬૪૫

કુલ ડિસ્ચાર્જ કેસ : ૩૬૦૭

મૃત્યુઆંક : ૩૪ (કોરોનાના કારણે) ૨૬૯ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : ૩૦૩

કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : ૪૫૫૫

અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : ૨૧૧૭૨૨

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં       ૨૨

વાંકાનેર તાલુકામાં     ૦૬

હળવદ તાલુકામાં      ૦૬

ટંકારા તાલુકામાં       ૦૪

માળીયા તાલુકામાં      ૦૪

આજના જિલ્લાના      ૪૨

કુલ ડિસ્ચાર્જ કેસ

સરકારી વિભાગે જાહેર કરેલા આજનાનવા પોઝિટિવ કેસ

મોરબી સીટી   ૨૧

મોરબી ગ્રામ્ય  ૧૭

વાંકાનેરસીટી   ૦૩

વાંકાનેર ગ્રામ્ય ૦૬

હળવદ સીટી   ૦૬

હળવદ ગ્રામ્ય  ૦૮

ટંકારા સીટી    ૦૦

ટંકારા ગ્રામ્ય   ૦૬

માળીયા સીટી  ૦૦

માળીયા ગ્રામ્ય ૦૨

આજના જિલ્લાના ૭૦

કુલ નવા કેસ

(11:49 am IST)
  • સુપ્રીમના ૪ જજને કોરોના વળગ્યો : સુપ્રીમકોર્ટના ૪ ન્યાયાધીશોને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી access_time 11:31 am IST

  • ભારતમાં કોરોના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને અમીરાત એરલાઇન્સ 25 એપ્રિલથી દુબઈ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ 10 દિવસ માટે સ્થગિત કરશે access_time 7:57 pm IST

  • આંદામાન ટાપુઓ ઉપર ભૂકંપ : આંદામાન ટાપુઓ ઉપર ૪ પોઈન્ટ ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે access_time 11:32 am IST