Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જુનાગઢમાં કોરોનાનો રાફડો ફાટતા સીટી સ્કેન કરાવવા લોકોનો ધસારો

સંક્રમણ ઘટવાને બદલે વધવાની ભિતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રર : જુનાગઢમાં કોરોનાનો રાફડો ફાટતા સીટી સ્કેન કરાવવા માટે લોકોએ  ધસારો કરતા સંક્રમણ ઘટવાને બદલે વધવાની ભિતી સેવાઇ રહી છે.

જુનાગઢ શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહયા છે. છેલ્લા ૯ દિવસમાં પ૧૩ કેસનો ઉમેરો થયો છે. હાલ દરરોજ સીીટીમાં ૧૦૦ની આસપાસ કોવિડ દર્દી વધી રહયા છે. મહાનગર જુનાગઢમાં કોરોનાએ આતંક મચાવતા દર્દીઓનાં સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરાવવા લોકોએ ધસારો કર્યો છે. શહેરમાં લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં આવેલ એક ટ્રસ્ટ સંચાલિત નિદાન કશેન્દ્ર પર સીટી સ્કેન કરાવવા માટે લોકો દર્દીઓના સગા સંબંધીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

સીટી સ્કેન કરાવવા માટે લોકોની એટલી મોટી કતારો જોવા મળી હતી. જેના પરથી એમ જણાયુ હતુ કે, જુનાગઢમાં કોરોના સંક્રમણ ઘટવાને બદલે મોટાપાયે વધવાની ભિતી થઇ હતી.લોકો હજુ પણ સાવચેતી નહિ રાખે તો જુનાગઢની હાલત વધુ દયાજનક થવાની શકયતા નકારી શકાતી નથી.

(11:35 am IST)