Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કચ્છના માંડવીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જીવ દીધો

ભુજમાં એકલવાયું જીવન જીવતા યુવાને પેટ્રોલ છાંટી જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૨: વર્તમાન સમયમાં માનસિક તાણ જાનલેવા બની રહી છે. કચ્છના માંડવીના પદમપર ગામે ખેતમજૂરી કરતાં અર્જુન અરવિંદ કોલી અને તેની પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી અને ઝદ્યડો થયો હતો. પત્ની સાથેના ઝદ્યડા બાદ વ્યથિત થયેલા ૨૦ વર્ષીય અર્જુને ઝેરી દવા પી પોતાનો જીવ દીધો હતો. બીજા બનાવમાં ભુજના પ્રમુખસ્વામી ચોકડી પાસે મહાદેવનગરમાં રહી એકલવાયું જીવન જીવતા ૩૬ વર્ષીય યુવાન રમેશ હરિલાલ આઠુએ જાતે જ પોતાના શરીરે પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી હતી. આ યુવાનને બળતી હાલતમાં પડોશીઓએ હોસ્પિટલ ખસેડ્યો હતો પણ સારવાર દરમ્યાન તેણે દમ તોડ્યો હતો.

(11:03 am IST)