Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ગોંડલમાં ચોરાઉ ૧૪ એન્ડ્રોઇડ મોબાઇલ, બાઇક સાથે ચાર ઝડપાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૨: ગોંડલમાં લોકોના મોબાઇલ ફોન ચોરી થવાના કે પડી ગયેલા કે ગુમ થવાના અવાર નવાર બનાવ બનતા હોય જે ચોરી થયેલ કે ખોવાયેલ મોબાઇલ મુળ માલીકને પરત મળે તે માટે ખાશ જુબેશ અનુસંધાને પોલીસ ઇન્સપેકટર એસ.એમ.જાડેજાની સુચના મુજબ ગોંડલ સીટી પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલીગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પુનિતભાઇ અગ્રાવતને ખાનગી રાહે હકીકત મળેલ કે ગોડલ શ્રી હોટલની સામે ઝુંપડામાં ગોવીદ પરમાર પોતાના ઝુપડાની બહાર તેના સાથીદારો સાથે ચોરી કરેલ મોબાઇલ લઇને બેઠા છે જે હકીકતના આધારે સદરહુ જગ્યાએ જઇ ચાર ઇસમને પકડી પાડી મોબાઇલ નંગ.૧૪ તથા હોન્ડા સીડી ડોન કાળા કલરનુ લાલ પટા વાળુ રજી નંબર..GJ-06-AQ-0250 વાળુ મળી કુલ મુદામાલની કિ.રુ.૪૭,૦૦૦/-સાથે વિજય ઉર્ફે હોલો વજુભાઇ સોલંકી ઉવ.૨૫ ધંધો કડીયાકામ રહે ગોંડલ વોરાકોટડા રોડ શાંતી મમરાના કારખાનાની બાજુમા મુળ પીઠડીયા તા.કાલાવાડ જી.જામનગર, સાગર ગોગનનાથ રાઠોડ ઉવ.૨૨ ધંધો મજુરી રહે ગોંડલ જામવાડી સીયારામ કાંટાની સામે શ્રી હોટલની બાજુમા મુળ- ભાટ સિમરોલી તા.કેશોદ જી.જુનાગઢ, અનિલ ઉર્ફે બાડો જેન્તિભાઇ જીવરાજભાઇ સોલંકી ઉવ.૨૭ ધંધો બટેટાની ફેરી રહે ગોંડલ વોરાકોટડા રોડ શાંતી મમરાના કારખાનાની બાજુમા મુળ- કોડીનાર જી. ગીરસોમનાથ તેમજ ગોવીંદ ઉર્ફે તોતળો રમેશભાઇ નરશીભાઇ પરમાર ઉવ.૧૯ ધંધો મજુરી રહે ગોંડલ નેશનલ હાઇવે શ્રી હોટલ સામે ઝુપડામા મુળ-પાલીતાણા ટોડીના પાટીયા ચારેય ઇસમને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:28 am IST)