Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહતમ તાપમાનમાં એકધારો વધારો વહેલી સવારથી બફારાનું પ્રમાણ વધુઃ બપોરે રસ્તાઓ સુમસામ

રાજકોટ તા.રરઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવર્ત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે.

સવારના સમયે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળું વાતાવરણ છવાઇ જાય છે અન જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર થતાંની સાથે જ ગરમી વધવા લાગે છે.

બપોરના સમયે ગરમીના કારણે રસ્તાઓ સુમસામ બની જાય છે અને  ગરમીથી બચવા માટે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળે છે.

જામનગર

જામનગરઃ શહેરનું આજનું હવામાનઃ ૩૬ મહતમ, ૨૩ લઘુતમ, ૯૦ ટકા વાતાવરણમાં ભેજ, ૧૦.પ કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(3:40 pm IST)