Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

પોરબંદર લોકસભા બેઠકમાં કાલે મતદારો ૧૭ ઉમેદવારોનું ભાવી નકકી કરશે

પોરબંદર સંસદિય વિસ્તારમાં ૭ વિધાનસભા વિસ્તારનો સમાવેશઃ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્ર સજજઃ ચંૂટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ : ૧૮૫૪ મતદાન મથકોઃ ૧૬૬૦૯૩૨ મતદારોઃ ૨૪૪૫ કંટ્રોલ યુનીટઃ વિકલાંગ પ્રજ્ઞાચક્ષુ અને વૃધ્ધ મતદારો માટે વિશેષ સુવિધા

પોરબંદર, તા.૨૨: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ તા. ૨૩ એપ્રીલના રોજ યોજાશે. ત્યારે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મુકેશ પંડયાના માર્ગદર્શન અનુસાર ૧૧-પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપીને પૂર્ણ કરવામાં આવી છે.

૧૧-પોરબંદર સંસદિય વિસ્તારમાં ૭ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ૮,૬૩,૯૭૩, પુરૂષ, ૭,૯૬,૯૪૭ મહિલા અને ૧૨ થર્ડ જેન્ઠર એમ કુલ ૧૬,૬૦,૯૩૨ મતદારો માટે ૧૮૫૪ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી માટે કુલ મતદાન મથકો ઉપર ૯૨૭૦ મતદાન સ્ટાફ ફરજ બજાવશે. જયારે ૧૨૦૫ મતદાન સ્ટાફ રીઝર્વ રાખવામાં આવેલ છે. ચૂંટણી માટે કુલ ૨૨૪૫ કંન્ટ્રોલ યુનીટ (CU) ૨૩૭૮ VVPAT અને ૪૧૮૮ BU ની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૧૮૫૪ મતદાન મથક મુજબ ૧૮૫૪ કંન્ટ્રોલ યુનીટ (CU) ૧૮૫૪ VVPAT અને ૩૭૦૮ ગ્શ્(પ્રત્યેક મતદાન મથકમાં બે મુજબ ૧૭ હરિફ ઉમેદવાર હોવાથી) ની ફાળવણી કરવામાં આવી છે તેમજ બાકીના મશીન રીઝર્વ રાખવામાં આવ્યા છે જેનો મતદાન મથક પર મશીન ખરાબ થાય કે કોઇ પ્રોબ્લેમ થાય ત્યારે તુરંત બદલી શકાય.

ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે વિગતો આપતા ૧૧-પોરબંદર સંસદિય વિસ્તારના ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ મતદારોને અનુરોધ કરી જણાવ્યું કે તા.૨૩, એપ્રિલ મંગળવારનાં રોજ મતદાન યોજાશે ત્યારે લોકશાહીના આ મહાન પર્વને સફળ બનાવવા આપણે સૌ તા.૨૩ એપ્રિલ મતદાનનો દિવસ યાદ રાખી જરૂર મતદાન કરીએ. ઉનાળાની ગરમીને ધ્યાને લઇ ચૂંટણી પંચ ધ્વારા મતદાનનો સમય સવારના ૭ થી સાંજના ૬ કલાક સુધી રખવામાં આવ્યો છે. 

ચૂંટણીખર્ચ પર નિયંત્રણ માટે મદદનીશ ખર્ચ નિરીક્ષક-૭, ફલાઇંગ સ્કવોડની ૨૧ ટીમ, સ્ટેટીક સર્વેલન્સનીની ૨૧ ટીમ, વિડીયો સર્વેલન્સની ૧૭ ટીમ, અને વિડીયો વ્યુઇંગની ૧૨ ટીમો કાર્યરત છે. તેમણે કહ્યું કે છેલ્લાં ૭૨ કલાક દરમ્યાન ચૂંટણીપંચની સુચના મુજબ એફ.એસ.ટી અને એસ.એસ.ટી. ની ટીમ વધારી સદ્યન ચેકીંગ હાથ ધરવામાં આવશે.

રાજકીય પક્ષો તથા ઉમેદવારશ્રીઓની માંગણી પરત્વે સભા, સરદ્યસ, રેલી, હોર્ડિંગ્સ, બેનર મંજુરી તથા વાહનોની પરમીટ અંગેની વ્યવસ્થા માટે સિંગલ વિન્ડો સિસ્ટમથી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાકક્ષાએ EVM-VVPAT નિદર્શન માટે તૈયાર કરવામાં આવેલ મતદાર જાગૃતિ રથ દ્રારા જિલ્લાનાં તમામ મતદાન મથકોને આવરી લેવામાં આવ્યા છે. EVM-VVPAT નિદર્શન કાર્યક્રમ હાથ ધરીને લોકોને પ્રત્યક્ષ રીતે માહિતગાર કરવામાં આવ્યા છે. મતદારોની જાગૃતિ વધારવા સ્વીપ અંતર્ગત જિલ્લામાં સંખ્યાબંધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં મતદાર કાપલીનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યુ હતું.

કલેકટરશ્રીએ કહ્યું કે, વિકલાંગ, પ્રજ્ઞાચક્ષુ (અંધજનો) અને વૃધ્ધ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે વ્હીલચેર તેમજ માગણી મુજબ ટ્રાન્પોર્ટેશન સહિતની ખાસ સુવિધાઓ  આપવામાં અવી છે. ૧૧-પોરબંદર સંસદિય વિસ્તારમાં મહિલા કર્મચારી સંચાલીત સખી મતદાન મથકો-૩૫ છે. તેમજ દિવ્યાંગ કર્મચારી સંચાલીત મતદાન મથકો-૭ રહેશે. આ તમામ સ્ટાફને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે.

પોલીંગ સ્ટાફને મતદાન મથકે લાવવા લઇ જવા માટે કુલ પર્યાપ્ત  બસોની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે.ઉપરાંત ૧૯૯ ઝોનલ રૂટ નકિક કરાયા છે. સંવેદનશીલ મતદાન મથક પર કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પોલીસ બંદોબસ્ત અને એસ.આર.પી. તથા કેન્દ્રીય પોલીસ બાળ  ફરજ બજાવશે. પોરબંદર જિલ્લામાં મતદારોને માર્ગદર્શન માટે પ્રત્યેક કુઠુંબ દિઠ એક મુજબ એમ ૧૪૨૬૧૨ વોટર ગાઇડનું વિતરણ કરવામાં આવી રહયુ છે, ૧,૩૬,૧૦૯ વોટર ગાઇડનું વિતરણ પણ કરી દેવામાં આવ્યુ છે.

ઓળખપત્ર કે અન્ય વૈકલ્પિક પુરાવો સાથે રાખી મતદાન કરીએ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મુકેશ પંડયાએ કહ્યું કે ભારતીય ચૂંટણીપંચની સુચના મુજબ આ ચૂંટણીમાં મતદાર ફોટો કાપલી સ્લીપ ઓળખ માટે માન્ય પુરાવો નથી. જેથી મતદાન માટે જઇએ ત્યારે અહીં દર્શાવેલ કુલ ૧૨ ઓળખના પુરાવામાંથી ગમે તે એક સાથે રાખીને મતદાન જરૂર કરીએ.

મતદાન ઓળખ માટે (૧) મતદાર ફોટો ઓળખકાર્ડ (૨) પાસપોર્ટ (૩) ડ્રાઇવીંગ લાયસન્સ (૪) સર્વિસ ઓળખકાર્ડ કેન્દ્ર / રાજય સરકાર, જાહેર સાહસ તથા પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેનાં ઓળખકાર્ડ (૫) બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવેલ ફોટા સાથેની પાસબુક (૬) પેન(ભ્ખ્ફ) કાર્ડ (૭) સ્માર્ટકાર્ડ, શ્રમ મંત્રાલયની યોજના અંતર્ગત આપવામાં આવેલ (૮) મનરેગા જોબકાર્ડ (૯) સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ શ્રમ મંત્રાલયની આરોગ્ય વીમા યોજના અંતર્ગત આપવામા આવેલ (૧૦) પેન્શન દસ્તાવેજ ફોટો સહિત (૧૧) સરકારી ઓળખકાર્ડ, સંસદસભ્યશ્રીઓ, વિધાનસભ્યશ્રીઓ, વિધાનપરિષદના સભ્યશ્રીઓ (૧૨) આધાર કાર્ડ.

લોકતંત્રની સાકળ મજબુત રાખવા મતદાન અવશ્ય કરો

પોરબંદર તા.૨૦, દેશની સરહદ પર ખડે પગે ફરજ બજાવી વર્ષો સુધી નોકરી કરીને નિવૃત થયેલા પોરબંદર જિલ્લાનાં માજી સૈનિક સંગઠનનાં સભ્યોએ દેશનાં મતદારોને સંદેશ રજૂ કર્યો છે. કે, જેમ સૈનિક સરહદ પર સતર્ક રહે છે તેથી જ દેશની જનતા આરામની ઉંદ્ય લઇ શકે, દેશના નાગરિકોની પણ એક ફરજ છે કે દરેક ચૂંટણીમાં મતદાન કરીને લોકતંત્રની સાકળની મજબુત રાખે પોરબંદરનાં ખીજડી પ્લોટમાં મુખ્ય રસ્તા પર માજી સૈનિક સંગઠન આવેલુ છે, જેમાં ભૂમિદળ, હવાઇદળ તથા નૌકાદળમાં પોતાની ફરજ બજાવીને નિવૃત થયેલા સૈનિકો સંગઠનમાં સભ્યો છે.

આગામી તા.૨૩મી એપ્રિલનાં રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભાની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તે અનુસંધાને માજી સૈનિકો પણ મતદાન કરવા ઉત્સાહિત છે, અને પોરબંદર જિલ્લાનાં મતદારો પણ મતદાન કરે તે હેતુથી માજી સૈનિક સંગઠનનાં ઉપપ્રમુખ હરદેવસિંહ વાળાએ મતદારોને અપીલ કરી કે, કોઇ ભેદભાવ વગર દેશના હિત માટે મતદાન અવશ્ય કરવું જોઇએ તો ચાલો હું અને આપ સૌ મતદારો કિંમતી અને પવિત્ર મત આપીએ.

કાર્યાલયમાં ઉપસ્થિત માજી સૈનિક ટી.એન.બાપટે મતદારોને અનુરોધ કર્યો કે, આપણો દેશ પાંચ વર્ષ માટે નેતાઓના હાથમાં હોય છે. પણ મતદાનનો એક દિવસ મતદારોનાં હાથમાં હોય છે. તેથી મતદાન અવશ્ય કરીને પોતાની જવાબદારી નિભાવવી. દ્યનંજયભાઇ ઓઝાએ પણ આ પ્રસંગે પોરબંદર જિલ્લાનાં મતદારોને અપીલ કરી કે, કોઇપણ જાતની લોભ લાલચ કે ભેદભાવ વગર દેશહિત માટે યોગ્ય ઉમેદવારને મત આપો. મતદાનનાં દિવસે મતદારોને નિર્ણય જ દેશનાં ભવિષ્યને ઉજળું બનાવે છે.

માજી સૈનિક હસમુખભાઇ સરવૈયાએ મતદારો માટે સંદેશ રજૂ કર્યો કે, જેમ સૈનિકો સરહદ પર રક્ષા કરીને દેશ સેવા કરે છે તેમ નાગરિકોએ મતદાન કરીને દેશપ્રેમ બતાવવો જોઇએ. આ ઉપરાંત માજી સૈનિક સંગઠનનાં મહામંત્રી પોપટભાઇ કારાવદરા તથા તરુણભાઇ ગોહિલે પણ જણાવ્યુ કે, દેશનાં લોકતંત્રને ધબકતું રાખવા માટે મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઇએ.

(3:28 pm IST)