Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભાવનગર જિલ્લામાં 6738 દિવ્યાંગ મતદારો : વ્હીલચેર સહિતની વિવિધ વ્યવસ્થા

ભાવનગર : ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં વસતા કુલ ૬૭૩૮ દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં સુગમતા રહે એ હેતુસર સહાયકોની તેમજ વ્હીલચેર સહિતની વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ - પીડબલ્યુડી મતદારો માટે પાંચ સ્પેશિયલ બુથ ઊભા કરવામાં આવનાર છે. તદુપરાંત, કોઇ પણ દિવ્યાંગ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે હેતુથી મતદાર મતદાન મથક સુધી પહોંચી શકે એ માટે વાહનની સુવિધા પૂરી પાડવામાં આવશે.      

   ભાવનગર જિલ્લામાં દૃષ્ટિની ખામીવાળા ૭૬૪ મતદાર, બોલી કે સાંભળી ન શકનારા ૫૦૧ મતદાર, હાથ અથવા પગની ખામીવાળા ૪૨૬૦ મતદાર અથવા તે સિવાયની અન્ય દિવ્યાંગતા ધરાવનારા ૧૨૧૩ મળી કુલ ૬૭૩૮ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. આ તમામ મતદારો માટે તંત્ર દ્વારા વ્હીલચેર તેમજ સહાયકોની વ્યવસ્થા કરવામાં આવશે.

(12:47 pm IST)