Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભાડલામાં કૂવો ગાળતી વખતે ભેખડ માથે પડતાં કોળી યુવાન હરેશનું મોત

માસુમ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૨: જસદણના ભાડલા ગામે રહેતાં હરેશભાઇ ધીરૂભાઇ મેટાડીયા (ઉ.૨૮) નામના કોળી યુવાન પર કૂવો ખોદતી વેળાએ માથે ભેખડ પડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

હરેશભાઇ સહિતના ત્રણ-ચાર જણા રવિવારે સાંજે ભાડલા પોતાની વાડીએ કૂવો ગાળતાં હતાં ત્યારે ભેખડ તૂટી પડતાં હરેશભાઇને માથામાં ઇજા થતાં ગંભીર ઇજા થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હરેશભાઇ બે ભાઇમાં નાનો હતો અને ખેત મજૂરી કરતો હતો. તેના મોતથી માસુમ પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(12:25 pm IST)