Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગોંડલ નાગડકાના કોંગી કાર્યકર રાજુ સખીયાની કારના કાચ ફુટયાઃ ફાયરીંગ થયું કે અન્ય કંઇ અથડાયું?

લોકસભા ચૂંટણી પૂર્વે જ સંવેદનશીલ ગોંડલમાં તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલ રાજુ સભાયા પર ફાયરીંગ થયાની વાતે પોલીસ તંત્રમાં દોડધામઃ ફાયરીંગ થયું છે કે કેમ ? તે અંગે FSL દ્વારા તપાસનો ધમધમાટઃ બનાવ વેળાએ ડબલ સવારી બાઇક જોવા મળ્યું હતું જેમાં પાછળ બેઠેલા એક શખ્સે મોઢા પર રૂમાલ બાંધ્યો'તો ફાયરીંગ થયું છે કે પથ્થરમારો તે પોલીસ તપાસનો વિષય છેઃ રાજુ સખીયા

તસ્વીરમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાજુભાઇ સખીયા અને તેની કાર નજરે પડે છે.(તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

ગોંડલ તા.રરઃ લોકસભાની ચંૂટણી પૂર્વે જ સંવેદનશીલ ગણાતા ગોંડલમાં નાગડકાના કોંગી કાર્યકર રાત્રે ઘેર જતા હતા ત્યારે કારના અચાનક કાચ ફુટતા કાર પર ફાયરીંગ થયાની વાતે પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જો કે, કારમાં ફાયરીંગ થયું છે કે પથ્થરમારો? તે હજુ સ્પષ્ટ થયું નથી એફએસએલએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગતરાત્રી નાં નાગડકા રહેતાં કોંગ્રેસ નાં કાર્યકર્તા રાજુભાઈ સખીયા ગાડી લઇ ગોંડલ થી નાગડકા જઇ રહ્યા હતાં ત્યાંરે બાઇક ઉપર ધસી આવેલાં બે શખ્સો એ ગાડી ઉપર ફાયરીંગ કરતાં ગાડી નો પાછલો કાચ તુટયો હતો.અલબત રાજુભાઈ સખીયા નો બચાવ થવાં પામ્યો હતો.બનાવ થી ગભરાઈ ઊઠેલા રાજુ સખીયાએ કોંગ્રેસ કાર્યાલયે જાણ કરી સરકારી હોસ્પિટલે એડમીટ થતાં સનસની મચી જવાં પામી હતી.ફાયરીંગ કરી શખ્સો નાશી છુટયાં નું રાજુ સખીયાએ જણાવ્યું હતું બનાવ નાં પગલે પોલીસ નાગડકા રોડ ઉપર દોડી ગઇ હતી.

લોકસભા ની ચુંટણી આડે માત્ર એક દિવસ બાકી છે ત્યારે ગોંડલ પરંપરાગત રીતે સંવેદનશીલ બન્યું હોય તેમ નાગડકા રહેતાં અને પાંચ દિવસ પહેલાં જ રાહુલ ગાંધી નાં હાથે ખેસ ધારણ કરી કોંગ્રેસ માં પ્રવેશેલા રાજુભાઈ સખીયા ગત રાત્રી નાં ૧૨ૅં૩૦ કલાકે ભોજરાજપરા માં આવેલ કોંગ્રેસ કાર્યાલય થી પોતાની બ્રીજા કાર લઇ ગોંડલ થી નાગડકા જવાં રવાનાં થયાં હતાં.દરમ્યાન નાગડકા થોડું દુર હતું ત્યારે બાઇક ઉપર ધસી આવેલાં બે શખ્સો એ ગાડી ઉપર ફાયરીંગ કરતાં ગાડી નો પાછલો કાચ તુટયો હતો.અચાનક બનાલી દ્યટનાં થી રાજુ સખીયા ગભરાઈ જતાં અને કાબુ ગુમાવતાં ગાડી રોડ ની કિનારી પર ખાંગી થવાં પામી હતી.બીજી બાજુ બાઇક પર આવેલાં શખ્સો નાશી છુટયાં હોય રાજુ સખીયાએ કોંગ્રેસ કાર્યાલયે જાણ કરતાં ભુણાવા નાં વિક્રમસિંહ જાડેજા,દિનેશ પાતર,કોંગ્રેસ પ્રમુખ ચંદુભાઇ ખુંટ સહીત દ્યટનાં સ્થળે દોડી જઇ પોલીસ ને જાણ કરી ગભરાયેલા રાજુ સખીયા ને ગોંડલ સિવીલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.અલબત ફાયરીંગ માં રાજુ સખીયા ને કોઇ ઈજા પંહોચી નથી.ગાડી માં તે એકલાં જ હતાં.

બનાવ નાં પગલે તાલુકા પી.એસ.આઇ. જાડેજા,સીટી પી.આઇ.રામાનુજ સહીત નો કાફલો દ્યટનાં સ્થળે દોડી જઇ બાદ માં હોસ્પિટલે રાજુ સખીયા નુંઙ્ગ નિવેદન નોંધ્યું હતું.

ગત મોડી રાત્રીના નાગડકા રહેતાં કોંગ્રેસ નાં કાર્યકર્તા રાજુભાઈ સખીયા ગાડી લઇ ગોંડલ થી નાગડકા જઇ રહ્યા હતાં ત્યાંરે નાગડકા નજીક તેમની કાર નાં પાછલાં કાચ પર કંઇક અથડાતા કાચ ફૂટવા પામ્યો હતો.કાર ઉપર હુમલો થયાનું માની રાજુભાઈ સખીયા એ કાબુ ગુમાવતાં કાર રોડની કિનારી ઉપર ખાંગથવા પામી હતી.બાદ માં તેમણે કોંગ્રેસ કાર્યાલયે જાણ કરતાં ભુણાવા નાં વિક્રમસિંહ જાડેજા,દિનેશ પાતર કોંગ્રેસ પ્રમુખ ચંદુભાઇ ખુંટ સહીત દ્યટનાં સ્થળે દોડી જઇ બાદ માં પોલીસ ને જાણ કરી ગભરાયેલા રાજુ સખીયા ને ગોંડલ સિવીલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.પ્રથમ કાર ઉપર ફાયરીંગ થયાં ની વાત ઉડી હતી.મિડીયા ને પણ રાજુ સખીયા એ બાઈક ઉપર ધસી આવેલાં બે શખ્સો એ ગાડી ઉપર ફાયરીંગ કર્યા ની વાત કહીં હતી.પરંતુ પોલીસ ની પુછપરછ માં કાર સાથે કઇંક અથડાયું કે ફાયરીંગ થયું તે અંગે કોઈ સ્પષ્ટ વાત નહીં કરતા પોલીસ પણ ચકરાવે ચડી હતી.સીટી પી.આઇ.રામાનુજે જણાવ્યું કે કાર ની પાછળ કંઇક અથડાતા કાચ ફૂટવા પામ્યો છે.શું અથડાયું તે તપાસ નો વિષય છે.રાજુ સખીયા એ ફાયરીંગ થવાં અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી બનાવ વેળા બે શખ્સો સાથે નું બાઇક જેમાં પાછળ બેઠેલાં શખ્સે મોઢાં પર રુમાલ બાંધ્યો હોય પોતે ડરી ગયાનું જણાવ્યું હતું.પી.આઇ.રામાનુજે વધું માં જણાવાયું કે એફ.એસ એલ દવારા તપાસ હાથ ધરાઇ છે.બાદમાં સત્ય બહાર આવશે.

રાજુ સખીયા પાંચ દિવસ પહેલાં જ રાહુલ ગાંધીનાં હાથે ખેસ ધારણ કરી કોંગ્રેસ માં પ્રવેશ્યાં હોય લોકસભા ની ચુંટણી માં આકરાં નિવેદનો અંગે ચકચાર માં હોય બનાવ બનતાં તર્ક વિતર્ક સર્જાયા છે.રાજુ સખીયા રાત્રે કોંગ્રેસ કાર્યાલય થી પોતાની બ્રીજા કાર લઇ ગોંડલ થી નાગડકા જઇ રહ્યા હતાં.અને કારમાં એકલાં જ હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.

આ અંગે રાજુ સખીયાએ જણાવ્યું હતું કે, ફાયરીંગ થયું કે પથ્થરમારો તે પોલીસ તપાસનો વિષય છે. હું કારમાં જતો હતો ત્યારે અવાજ આવતા મેં કાર ઉભી રાખી દીધી હતી. અને કારમાંથી નીચે ઉતરીને જોયું તો ગાડીનો કાચ ફુટેલો હતો.

(12:23 pm IST)