Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ઉપલેટાના પડવાલાનો શખ્સ પાસા હેઠળ સૂરત જેલ હવાલે

ઉપલેટા તા.રર : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જેતપુરનાઓએ આગામી લોકસભા ચુંટણી અન્વયે રાજકોટ જીલ્લામાંથી માથાભારે ઇસમો વિરૂદ્ધ પાસા અધિનિયમ હેઠળ અટકાયતી પગલા લેવા સુચના અપાતા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી.શ્રી રાજકોટનાઓ તરફ પાસા જેના અનુસંધાને જીલ્લા મેજી. ડો. રાહુલ ગુપ્તા રાજકોટનાઓ તરફથી મજકુર ઇસમને પાસા કરવા હુકમ ઇશ્યુ કરતા તાત્કાલીક અસરથી પાસા અટકાયતમાં ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એમ.ધાંધલ તથા સ્ટાફને બજવણી આપતા સદરહુ ઇસમ અલીમામદ ઉર્ફે પટપટીયો તૈયબભાઇ સેઠા જાતે સંધી ઉ.૪પ રહે. મુળ ધારાગઢ તા. ભાણવડ હાલ રહે પડવલા તા.ઉપલેટાવાળા ઇસમને જીલ્લા મેજી.શ્રી રાજકોટ દ્વારા પાસા અટકાયતી વોરંટનો હુકમ ઇસ્યુ કરતા હુકમની બજવણી કરી મજકુર ઇસમને આજ રોજ સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે આ કામગીરીમાં એલ.સી.બી.ઇન્ચાર્જ પી.આઇ. એચ.એ.જાડેજા તથા પી.એસ.આઇ. વી.એમ.લગારીયા તેમજ એલ.સી.બી.સ્ટાફ ભાયાવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. સંજયાભાઇ કિહલા, મનજીભાઇ માધાભાઇ ચૌહાણ તથા પોલીસ કોન્સ. મનસુખભાઇ રંગપરા, જયદેવભાઇ કીડીયા, મહાવીરસિંહ ડોડીયા, જયંતીભાઇ મકવાણા જોડાયા હતા.

(12:20 pm IST)