Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મતના મુલ્યથી પ્રભાવિત વિદ્યાર્થી મતદાન માટે અમેરિકાથી ભાવનગર આવશે

ભાવનગર તા ૨૨ :   લોકશાહી વ્યવસ્થામાં મત નાગરીક માટે અતી કિંમતી છે. એક એક મતની કિંમત લોકપ્રતિનિધિને ચુંટવા કિંમતી તો છે જ સાથે ચૂંટણી જેવા પર્વમાં ઉત્સાહ દાખવવો એ પણ રાષ્ટ્રીયભાવના વ્યકત કરવાનો અવસર છે. ત્યારે એવા ઉત્ત્સાહી અને મુળ ભાવનગરમાં હલુરીયાચોક પાસે, ડો. મણીભાઇ ચોકમાં રહેલા હાલ ન્યુયોર્ક, મેલવિલેમાં બેચલર ઓફ ફામસી  કરતા એવા ઉતસાહી અને રાષ્ટ્રભાવનાથી પ્રેરાઇને ભાવનગરના રવિશ વિરેન્દ્રભાઇ ત્રિવેદી છેક ન્યુયોર્ક અમેરિકાથી મતદાન માટે ફકત બે દિવસ માટેભાવનાગર આવેે છે. વિધાનસભા અને લોકસભાની દરેક ચુંટણીમા  ં છેલ્લા  પાંચ વર્ષથી પોતાના  મતનું  મહત્વ અને મુલ્ય સમજતા આ રવિશ ત્રિવેદી ખાસ ભાવનગર મત્તદાનને દિવસે આવશે. અને મતદાન કરી બીજે દિવસે ન્યુયોર્ક જતા  રહેશે. ખરેખર લોકશાહીના આવા પર્વની મહત્ત્વતા દરેકેસમજી મત આપવો જોઇએ અને લોકશાહીની મહત્ત્વતા સમજવી જોઇએ. (૩.૫)

 

(12:20 pm IST)