Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ધારી પાસે ભાલેશ્વર આશ્રમમાં રામચરિત માનસ કથાનો પ્રારંભ

ધારી તા.૨૨ : ભાલેશ્વર આશ્રમ (સરસીયા)માં રામચરિત માનસ (રામકથા)નો પ્રારંભ થયો છે. પુર્ણાહુતી ચૈત્ર વદ ૮ (આઠમ)ને શનિવાર તા.૨૭ના રોજ રામકથાની પુર્ણાહુતી થશે.

રામકથામાં વ્યાસપીઠ ઉપર મહંતશ્રી બંસીદાસજી ગુરૂશ્રી બલરામદાસના જરખીયાવાળા વ્યાસગાદીએ બિરાજી સંગીતમય શૈલીમાં શ્રીરામચરિત માનસ કથાનું રસપાન કરાવશે. ભાલેશ્વર આશ્રમના મહંતશ્રી કનૈયાદાસબાપુ ગુરૂશ્રી બંસીદાસબાપુ આ રામચરિત માનસ કથાનું ભકતજનો તેમજ સરસીયા તેમજ સેવકગણ ભાલેશ્વર મહાદેવના આશિષથી થયેલ છે.

આ રામકથામાં અલૌકીક પ્રસંગોની રૂપરેખા શિવચરિત્ર, શિવવિવાહ, સીતા સ્વયંવર, કથા મહાત્મય વંદના પ્રકરણ, શ્રી રામજન્મ, ભરત મીલાપ, પાદુકા પૂજન, રામ રાજયભિષેક જેવા પ્રસંગોની સંગીતમય કથામાં પધારવા જાહેર આમંત્રણ વિપુલભાઇ નરભેરામભાઇ જોષી (સરસીયા) ભાલેશ્વર મહાદેવ આશ્રમની યાદી જણાવે છે.

(12:01 pm IST)