Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગીરગઢડાના દ્રોણનો રહીમ મકરાણી પેરોલ રજા પૂર્ણ થયા બાદ નાસતો ફરતો ઝડપાયો

ઉના તા.રરઃ ગીરગઢડાના દ્રોણનો રંગમ મકરાણી પેરોલ રજા પૂર્ણ થયાં બાદ નાસતો ફરતો હોય પોલીસે પકડી પાડેલ છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સા. જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સા. ગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વેરાવળ વિભાગ -વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને રોજ પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એન. અઘેરા તથા એ.એસ.આઇ. પ્રવિણભાઇ વલ્લભભાઇ તથા પો. હેડ કોન્સ. ઇલ્યાસભાઇ મહમદભાઇ તથા પો.હેડ કોન્સ. ધીરેન્દ્રસિંહ જસાભાઇ તથા પો.કોન્સ. કલ્પેશભાઇ કરશનભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પો.કોન્સ. મહશેભાઇ મેણાંદભાઇએ રીતેના ગીર ગઢડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના ડ્રાઇવર પો.કોન્સ. મહેશભાઇ મેણાંદભાઇને મળેલ બાતમી આધારે દ્રોણ ગામે ખોડિયાર માતાના મંદિર પાસેથી અમરેલી જિલ્લાના ધારી પો.સ્ટે. આઇ.પી.સી. કલમ ૩૬૬,૩૭૬,૧૧૪ મુજબના ગુન્હાના કામે સજા થયેલ હોય અને મજકુર પેરોલ ઉપર દ્રોણ ગામે આવેલ અને તેની પેરોલ રજા પુરી થયેલ હોવા છતા રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થયેલ ન હોય અને પેરોલ ઉપરથી નાસતા-ફરતા હોય જે આરોપી રહીમ બાબુભાઇ બ્લોચ જાતે મકરાણી (ઉ.વ.૨૪,રહે. દ્રોણ ઢોરાશેરી તા. ગીર ગઢડા વાાળને સી.આર.પી.સી. ક. ૪૧(૧) આઇ મુજબ અટક કરી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી ધારી પો.સ્ટે.ને સદરહું આરોપીનો કબ્જો  લેવા જાણ કરવામાં આવેલ છે. ડ્રાઇવ દરમ્યાન અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.

(11:46 am IST)