Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભાવનગર જીલ્લા ખાતે લોકસભાની ચુંટણી અનુલક્ષીને ૧૨૩૬૩શખ્સો વિરૂધ્ધ લેવાયા અટકાયતી પગલાઃ પાસા-૩૯ અને હદપાર-૮૮

ભાવનગર, તા.૨૨:  ભાવનગર જીલ્લા ખાતે લોકસભાની ચુંટણીને અનુલક્ષીને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદરશન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌરની સુચનાથી આચાર સંહિતાની અમલવારી શરૂ થઇ ત્યારથી આજદીન સુધીમાં ભાવનગર જીલ્લા ખાતે ૧૨૩૬૩ ઇસમો વિરૂધ્ધમાં અટકાયતી પગલા લેવામાં આવેલ છે.અગાઉ ગુન્હામાં સંડોવાયેલ હોય અને ભવિષ્યમાં ફરી ગુન્હો કરે તેવી શકયતા વાળા ૩૮૫૧ ઇસમો સામે ભારતીય ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૧૦૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ શંકાસ્પદ જણાય આવેલ ૧૧૭૭ ઇસમો સામે ભારતીય ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ કલમ ૧૦૯ હેઠળ અટકાયતી પગલા લેવામાં આવેલ છે. અને કલમ ૧૧૦ હેઠળ ૪૮૨૦ ઇસમોના અટકાયતી પગલા લેવામાં આવેલ છે. તો રાત્રી દરમ્યાન શંકાસ્પદ જણાય આવેલ અને ગુન્હો કરવાની તૈયારીમાં હોય તેવા ૮૧ ઇસમો સામે જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ કેસ કરવામાં આવેલ છે જી.પી.એટક કલમ ૧૨૪ મુજબના ૧૦ જયારે ગેરકાયદેસર રીતે હથિયાર રાખી મળી આવેલ કુલ ૧૩૭ સામે જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કેસ કરવામાં આવેલ છે તો પ્રોહીબીશન એકટ કલમ ૯૩ હેઠળ ૨૧૬૦ કેસ કરવામાં આવેલ છે. જયારે શરીર સંબંધી અને મિલ્કત સંબંધી ગુન્હા કરવાની ટેવ ધરાવતા ૩૯ શખ્સોને પાસા મુજબ જેલના સળીયા પાછળ ધકેલવા દરખાસ્ત કરવામાં આવેલ છે જે પૈકી ૧૨ ગુન્હોગારોને પાસા વોરંટ આધારે હુકમ મુજબની જેલમાં મોકલી દેવામાં આવેલ છે. જયારે ૮૮ માથાભારે શખ્સો સામે હદપારીની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 આમ, ભાવનગર જીલ્લા ખાતે લોકસભાની ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી ૧૨૩૬૩ ઇસમો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

(11:39 am IST)