Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

આરંભડાની આંખની હોસ્પિટલમાં અડધા લાખની ચોરી DVR ચોરાયા

મીઠાપુર તા. રર : મીઠાપુર તા.રર : નજીક આરંભડા ખાતે આવેલી આંખની હોસ્પિટલમાં ગત શનિવારે સવારે હોસ્પિટલનો સ્ટાફ આવતા જ ચોરી થઇ હોવાનું માલુમ પડતા તાત્કાલિક મીઠાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ.ઘટના ના પગલે તુરંત જ પીઆઇ ચંદ્રકલાબા જાડેજા ત્યાંધસી ગયા હતા. ડોગસ્કવોડની પણ મદદ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આંખની હોસ્પીટલની ઓફીસના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી અને લોકરમાં રાખેલા જુદા જુદા દરની ચલણી નોટો મળી રોકડા રૂપિયા ૪પ૦ર૦, અને નોકિયા ૧૦પ મોબાઇલ જેની કી. રૂા.પ૦૦ તથા સીસી ટીવી કેમેરા ડીવીઆર જેની કી. રૂા.પ૦૦૦ આમ કુલ મુદામાલ રૂા.પ૦પર૦ ની ચોરી થઇ હોવાનું જણાયું છે તથા ગુન્હો ઇ.પી.કલમ ૪પ૪,૪પ૭,૩૮૦ મુજબ નોંધી ચોરને પકડવા મીઠાપુર પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

(12:04 pm IST)