Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ખાવડામાં કપડાં ધોવાની હા-ના મા પતિના હાથે પત્નીની હત્યા-છરીના ઘા ઝીંકી પતિ ફરાર

ભૂજ, તા. રરઃ ઘરકંકાસમાં ઘણી વાર ઉગ્ર સ્વરૂપની બોલાચાલી મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ભુજ તાલુકાના ખાવડા પાસેના મોટા સરાડા ગામે પતિ પત્ની વચ્ચે સામાન્ય દ્યરકામના મુદ્દે થયેલી બોલાચાલી મા પત્નીએ જાન થી હાથ ધોવા પડ્યા હતા. કપડાં ધોવાની બાબતે પતિ અલી હાજી ગુલામહુસેન જત, ઉર્ફે ગુલુ જત અને તેની પત્ની રોમાબાઈ વચ્ચે બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝદ્યડો થયો હતો. પત્ની રોમાબાઈ ઉપર ઉશ્કેરાયેલા તેના પતિ ગુલુ જતે પત્નીની પીઠ ઉપર છરીના દ્યા ઝીંકયાં હતા. પતિ એ મારેલા છરીના દ્યા જીવલેણ નીવડતા પત્ની રોમાબાઈનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે ગફુર નઈમ જત ફરિયાદ ઉપરથી ખાવડા પોલીસે પતિ ગુલુ જતની વિરુદ્ઘ હત્યાનો ગંભીર ગુનો નોંધ્યો હતો. જોકે, પત્નીને છરીના દ્યા ઝીંકીને પતિ ગુલુ જત નાસી છૂટ્યો હતો. હત્યારા પતિની ધરપકડની તજવીજ પોલીસે હાથ ધરી છે.

(11:32 am IST)