Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

જસદણમાં ડહોળા અને વાસ મારતા પાણીનું નગરપાલિકા દ્વારા વિતરણઃ નાગરિકોમાં રોષ

ઓછા ફોર્સે સાત દિવસે પાણી વિતરણઃ ડહોળુ પાણી

જસદણ તા.રરઃ જસદણમાં રવિવારે વહેલી સવારે કેટલાંક વિસ્તારોમાં ડહોળું વાસ મારતું પાણી નગરપાલિકાએ વિતરણ કરતા સોશ્યલ મીડિયા ગાજી ઉઠયું હતું. જસદણમાં તો નગરપાલિકા દ્વારા ઘણા સમયથી ડહોળા પાણીનું વિતરણ થાય છે. અને હવે પાણીના મુખ્ય સ્ત્રોત આલણસાગર તળાવ તળિયાઝાટક થઇ જતાં એમાનાં જિલ્લાઓમાંથી પાણી ખેંચવામાં આવે છે અને છેલ્લા બે ષર્વથી પાણીના સમ્પો સાફ થાય ન હોવાથી એમાં અઢળક કાદવ પડયો હોવાની વાતને લઇ આજે ફરી ડહોળુ પાણી આવતાં નાગરિકોએ તેમના ફોટા વિડિયો લઇ સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા હતા અને અધિકારીઓ રાજકીય નેતાઓને કડક ભાષામાં ભાંડયા હતા. જસદણ નગરપાલિકા દ્વારા થતાં પાણી વિતરણમાં હાલ કોઇ ચોક્કસ દિવસ અને સમય ન હોવાથી પ્રજાને સાત આઠ દિવસે પાણી મળે છે. પાલિકામાં ભાજપ-કોંગ્રેસના સભ્યો નેતાઓ સાથે હાલ. ચૂંટણી પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહી ફોટા પડાવી શેર કરવામાં વ્યસ્ત છે. ત્યારે શહેરના કેટલાકં વિસ્તારોમાં રવિવારે સવારે સાત દિવસે પાણી વિતરણ અને એમાંય પાછું ડહોળુ પાણી આવતાં આ અંગે નાગરિકોમાં રોષ છવાયો હતો ત્યારે તેમણે નાગરિક ધર્મ બજાવી દુષિત પાણીના ફોટા સોશ્યલ મીડિયા પર વહેંતા કર્યા હતાં. જસદણના નાગરિકોને દર ત્રણ દિવસે પીવાલાયક ચોખ્ખું પાણ મળે એવી માંગણી ઉઠવા પામી છે.(૧.૫)

(10:05 am IST)