Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી મહિપતસિંહ જાડેજાએ ભાજપને આપ્યું સમર્થન

પોતાના એમજ અને ટેકેદારોને ભાજપને મત આપવા આપીલ કરી

રાજકોટ:પોરબંદર લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકના સમર્થનમાં ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી  મહિપતસિંહ જાડેજા ભાજપના સમર્થનમાં બહાર આવ્યા છે   માજી ધારાસભ્યએ રીબડા ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપને ટેકો જાહેર કર્યો છે એનસીપી તરફથી પોતાના પરિવારજનોને થતી કનડગતને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખુલ્લું સમર્થન આપ્યું છે

 

   મહિપતસિંહએ પોતાના સમાજના લોકો અને તેર તાસળીના ઈતર સમાજના લોકોને તેમજ પાટીદાર સમાજના માજી ધારાસભ્યના ટેકેદારોને હું મહિપતસિંહ જાડેજા અપીલ કરૂં છું કે પોરબંદર લોકસભા બેઠકમાં ભાજપના રમેશભાઈ ધડુકને મત આપવાની કરી અપીલ કરી છે

 

   NCP દ્વારા માજી ધારાસભ્યના પરિવારને સતત કનડવામાં આવતાં પૂર્વ ધારાસભ્યએ NCP  સામે ખુલ્લો પ્રચાર કરતા NCP ફટકો.પડ્યો છે 

 

ગોંડલમાં મહિપતસિંહ જાડેજાએ ભાજપને ખુલ્લું સમર્થન આપતાં ક્ષત્રિય સમાજ સહિતના દરેક સમાજના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ. છે

(7:20 pm IST)