Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

ધોરાજીમાં બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

ધોરાજી :  ધોરાજીના હીરપરા વાડી વિસ્તારમાં રહેતા વિજય બચુભાઇ સાવલિયા નામના પટેલ યુવાને કલ્યાણપુર તાબેના ભોગવરા ગામના અરસી રામા હાથલિયા અને એક અજાયા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં વિજય પટેલે રૂ. પ૦ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. જે પરત કરી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકી આપવામાં આવતા ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.

(11:56 am IST)