Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

માળિયા-મોરબી હાઇવે પરના ગાળા ગામ પાસે ટ્રક-કાર અકસ્માતમાં મહિલાનું કરૂણ મોત : ૩ ને ઇજા

મોરબી :  માળિયા-મોરબી હાઇવે પરના ગાળા ગામના પાટિયા પાસે ટ્રક-ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં બેલા જેનુનબેન ઇબ્રાહીમભાઇ ભટ્ટી નામની મહિલાનું મૃત્યુ નિપજયું હતું. તેમજ મહમદભાઇ આદમભાઇ અને ઇબ્રાહીમ મુસાભાઇ ભઠ્ઠી અને ઇમરાનના કાળુભા ભઠ્ઠીને ઇજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ મોરબી-જેતપુર રોડ પર બેલા ગામ પાસે ટ્રક બાઇકને અડફેટે લેતા ઉદયસિંહ દરીયાઇ રાજપૂત નામના યુવાનનુ ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે.

(11:54 am IST)