Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્‍ડેશનના સેવાભાવી હરેશ મહેતા દ્વારા સેવા કાર્યો

સાવરકુંડલા તા. રર હરેશ મહેતા એટલે વિદ્યાગુરુ ફાઉનડેશનનો પ્રાણ...નિખાલસ મન, નિર્દોષ ચહેરો, મૃદુ વાણી, ૭૦ વરસે ગજબની સ્‍ફૂર્તિ, જેમ જેમ વયનો આંકડો વધતો જાય તેમ તેમ આ માણસ મનથી, શરીરથી, સેવાનાં વિચારોથી યુવાન થતો જાય છે. સમગ્ર વિશ્વમાં પોતાનાં વિદ્યાગુરુ માટે, આવી ગુરુ દક્ષિણા આપી હોય તેવો એકપણ કિસ્‍સો સાંભળવામાં નથી. એટલે વિદ્યાગુરુ ફાઉન્‍ડેશન સંચાલિત જે મલ્‍ટી ઓપરશનલ...various treatment ëacilities  ધરાવતી શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્‍ય મંદિર કે જે તદ્દન નિશુલ્‍ક છે, અરે હોસ્‍પટલમાં CASH COUNTER જ નથી. ગિનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાનને પાત્ર છે. હવે આ હરેશ મહેતા આવતી ર૬ માર્ચે ૭૦ વર્ષ પોતાની જિંગીમાંથી બાદ કરી ચૂકયા હશે.

હવે આ માણસના મગજ ઉપર જાણેમાત્રને માત્ર દિન દુઃખિયાની ચિંતાજ ઘૂમતી રહે છે.એટલે પોતાના ૭૧માં જન્‍મ દિવસને પણ દર્દી નારાયણની સેવા માટે, એક અતિ પવિત્ર સંકલ્‍પ કર્યો છે, બર્થ ડે નિમિત્તે કોઇએ ગિફટમાં કોઇ વસ્‍તુ ન આપવી પણ જે મિતરો, સગા, સ્‍નેહીઓ બર્થ ડે નિમિત્તે જો કંઇ આપવા ઇચ્‍છતા હોય તો, એક રૂપિયાથી માંડીને પોતાની શકિત અનુસાર, વિદ્યાગુરુ ફાઉન્‍ડેશનનાં નામનો ચેક જ આપે વળી આ તમામ ચેક પૂ. મોરારીબાપુના ચરણે સમર્પિત કરી પછી પૂ. બાપુનાં હસ્‍તે ટ્રસ્‍ટને સોંપશે હરેશભાઇને પૂરેપૂરો ભરોસો છે કે, આ રકમ એકાદ કરોડ સુધી તો પહોંચશે જ. સાવરકુંડલાના ઇતિહાસમાં કુંડલાની ધરતીએ સમયે સમયે અજોડ મહાપુરૂષો આપ્‍યા છે,

સૌ પ્રથમ બાપુ જોગીદાસ ખુમાણ, ત્‍યારબાદ શેઠ લલ્લુભાઇ, જો સાવરકુંડલાના ઇતિહાસમાંથી ફકત એક શેઠનું નામ બાદ કરી નાંખીએ તો, સાવરકુંડલામાં શિક્ષણ, આરોગ્‍ય અને સ્‍વરોજગારનાં નામે શુન્‍ય રહી જાય, આ યાદીમાં ભાઇ તરીકે નવીનચંદ્ર રવાણી કે જેમણે સાવરકુંડલાનાં ઘર વિહોણા બેઘર અત્‍યંત ગરીબ પરિવારોને મફત પ્‍લોટ ઉપરાંત મકાન ચણવા સુધરાઇ તરફથી મફત પાણી અને રેતી પણ પુરી પાડી. ત્‍યાર પછી પીરે તરિકત દાદાબાપુ એટલે હિન્‍દુ-મુસ્‍લિમ વચ્‍ચેની એકતાની મજબુત સાંકળમાત્ર દેશ જ નહિ પરંતુ દુનિયાના મુસ્‍લિમ દેશોમાં પણ જેમનું મુઠી ઉંચેરુ સ્‍થાન છે. સાવરકુંડલામાં જો હિન્‍દુ-મુસ્‍લિમ કોમી એખલાસ જળવાતો હોય તો તે દાદાબાપુને આભારી છ.ે તેમણે તમામ સમાજમાંથી વ્‍યસન દુર થાય તે માટે સતત ઝુંબેશ ચલાવી...અને છેલ્લે હરેશ મહેતા....જેમણે સારવાર ફ્રી, દવા ફ્રી, ઓપરેશન ફ્રી, ડાયાલિસિસ ફ્રી, એકસરે ફ્રી, લેબ ટેસ્‍ટ ફ્રી, કોઇપણ પ્રકારની ઇમરજન્‍સી ર૪/૭ ફ્રી દર્દી અને સાથે રહેલાને બે સમય જમવાનું પણ ફ્રી.

અરે આટલુ ઓછુ હોય તેમ પોતાની માલીકીની કાપડની મીલોના શોરૂમ સાવરકુંડલામાં ર અને અમરેલી, રાજુલામાં એક એક ખોલ્‍યા ઉચ્‍ચ કવોલિટીનું કાપડ એકદમ વ્‍યાજબી ભાવે અને આ કાપડ વેચાણમાંથી જે કંઇ નફો થાય તે હોસ્‍પિટલમાં દાન પેટે જમા કરાવી દેવાનો. સમાજસેવા અને દર્દીઓ માટે જાણે ઇશ્વરે પોતે ન આવી શકતા પોતાનો દૂત મોકલ્‍યો હોઇ એવું લાગે છે. તેમ પ્રતાપભાઇ ખુમાણી યાદીમાં જણાવ્‍યું છે.

(1:38 pm IST)