Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

વિરોધ કરશો તો વધુ પરિપક્વ બની બહાર આવીશ :બેરોજગારી અને ખેડૂતોના હિતમાં કામ કરતો રહીશ :હાર્દિક પટેલનો લલકાર

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સતત લોકસંપર્ક કરતા હાર્દિકે વિરોધીઓને આપી સલાહ

 

જામનગર: પાસના કન્વીનર અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલની જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ વિરોધના કારણે હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી વિરોધીઓને સલાહ અપાતા કહ્યું હતું કે તેમનો વિરોધ કરવાથી ઘરમાં નહિ બેસી રહે પરન્તુ વધુ પરિપક્વ બનીને બહાર આવશે અને બેરોજગારી અને ખેડૂતોના હિતમાં કામ કરતો રહેશે  હાર્દિક પટેલ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી લોકસંપર્ક કરી રહ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે એક ખાનગી પાર્ટી પ્લોટમાં ધુળેટી મહોત્સવ દરમિયાન હાર્દિક પટેલની હાજરીમાં મોદી મોદીના નારા લાગ્યા હતા  બે દિવસ અગાઉ ધ્રોલમાં પાટીદાર સમાજ દ્વારા પોસ્ટર લગાવી હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જામનગરમાં પણ પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો છે.

   હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનમાંથી રાજકારણમાં આવ્યો હોવાથી વિરોધ સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલ સતત બે દિવસથી જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓનો પ્રવાસ કરી રહ્યો છે. યુવકો અને ખેડૂતો કોંગ્રેસના અગ્રણી નેતાઓને મળી લોકસભા બેઠકનો તાગ મેળવી રહ્યો છે.

(11:41 pm IST)