Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મોરબી પંચાસર ચોકડી પાસે કારમાં દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

વિમલ જાદવ અને મુકેશ કણઝારીયાની ધરપકડ : એલસીબીનો દરોડો

દારૂ સાથે પકડાયેલ બંને શખ્સો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

મોરબી તા. ૨૨ : એલસીબી ટીમે હોળી ધુળેટીના પર્વમાં કારમાં દારૂની હેરાફેરી કરતા બેને ઝડપી લીધા હતા.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર ચોકડી નજીકથી ઇકો કારને આંતરી તલાશી લેતા કારમાંથી ૧૦૭ દારૂની બોટલ કિંમત ૩૭,૩૭૫ અને ઇકો કાર કિંમત ૧,૫૦,૦૦૦ તેમજ ત્રણ મોબાઈલ ફોન કિંમત ૪૦૦૦ સહીત કુલ ૧,૯૧,૩૭૫નો મુદામાલ જપ્ત કરી આરોપી વિમલ મુળજીભાઈ જાદવ રહે. વાવડી રોડ મોરબી અને મુકેશ નારણ કણઝારીયા રહે કૈલાશપાર્ક સોસાયટી મોરબી વાળાને ઝડપી લેવાયો છે જયારે દારૂનો જથ્થો મોકલનાર આરોપી ભૂપત બાબુભાઈ ડાંગર રહે જામદુધઈ તા. જોડિયાવાળાનું નામ ખુલતા તેની વિરૂદ્ઘ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(3:42 pm IST)