Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદન

ઉપલેટા : તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં ટીવી-૯ ચેનલમાં કોપી એડીટર તરીકે કામ કરતા પત્રકાર ચિરાગ પટેલની નિર્મમ હત્યા થયા બાદ આટલા દિવસો વિતવા છતા હજુ સુધી હત્યારાઓના સગડ મળેલ નથી. આ કેસમાં પત્રકારની હત્યા થઇ હોવા છતાં કોઇ જ પ્રકારની તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં નથી આવી. લોકશાહીમાં પત્રકારોને ૪થી જાગીર કહેવામાં આવે છે. પત્રકારો લોકોનો અવાજ છે ત્યારે પત્રકારની હત્યા એ લોકશાહીની હત્યા સમાન છે. જો એક સપ્તાહની અંદર હત્યારાઓની ધરપકડ નહીં થાય તો આંદોલનાત્મક પગલા લેવાશે. આ તકે ઉપલેટા તાલુકા સંઘના પ્રીન્ટ મીડીયાના પત્રકારો, ઇલેકટ્રોનીક મીડીયાના પત્રકારો, કેમેરામેન તથા ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતાં.

(2:02 pm IST)