Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

દામનગરમાં ચક્ષુદાતા ચતુરાબેના ધોળકિયાની પ્રાર્થના સભા

દામનગરઃ લેઉવા પટેલ સમાજના ચક્ષુદાતા સ્વ શ્રી ચતુરાબેન હરજીભાઈ ધોળકિયાની પ્રાર્થના સભામાં શહેરની અઢારે આલમની ઉપસ્થિતિમાં બી એ.પી.એસ.સંસ્થાના વરિષ્ઠ સંતો સ્વામી શ્રી અધ્યાત્મતદાસજી સ્વામી શ્રી નીલકંઠદાસજી સ્વામી શ્રી ભગવંતકીર્તનદાસજી સહિતના સંતો દ્વારા સદગતને શ્રધાંજલિ આપી સ્વ ચતુરાબેન હરજીભાઈ ધોળકિયાના જીવન કવન સાદગી સમર્પણ ત્યાગ તિતિક્ષાની તપોમૂર્તિના જીવન પ્રસંગોના ઉમદાઉદારણો સાથે સંતોની ટકોર સદગતનું જીવન કવન તેમની પ્રાર્થના સભામાં જ તાદ્રશ્ય થાય છે શહેરની અઢારે આલમની હાજરી સદગતના સ્વભાવનો પ્રભાવ દેખાડે છે અનેકો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી ધાર્મિક સંસ્થા ઓ અગ્રણી ઓ એ સદગતને શબ્દો પુષ્પોથી શ્રધાંજલિ અર્પિ હતી.

(1:40 pm IST)
  • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST

  • શેરબજારમાં નરમાશ : સેન્સેકસ ૨૨૦ પોઇન્ટ ઘટીને ૩૮૧૬૬ અને નીફટી ૬૨ પોઇન્ટ ઘટીને ૧૧૪૫૮: ડોલર સામે રૂપિયો ૬૮.૯૯ ઉપર છે access_time 3:43 pm IST

  • યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધથી મહેબુબા મુફ્તી ભડકી ;કહ્યું આ પ્રતિબંધ કાશ્મીરને ખુલી જેલમાં બદલી નાખશે ;જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ યાસીન મલિકના નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધને હાનિકારક ગણાવ્યું :કહ્યું કે આ પગલાંથી કાશ્મીરને ખુલી જેલમાં બદલી નાખશે :તેનાથી કાઈ હાંસલ નહિ થાય access_time 12:47 am IST