Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસનાં ૧૭ દાવેદારો અંગે પ્રદેશમાં રજુઆત

તા.૨૨: જામનગર, તા.૨૨: જિલ્લા કોંગ્રેસ સમિતી અધ્યક્ષ જે.ટી.પટેલ તથા જામનગર શહેર અધ્યક્ષ ગીરીશભાઇ અમેથીયાની યાદી જણાવે છે કે ગુજરાત કોંગ્રેસ સમિતિ સમક્ષ ૧૨-જામનગર ૨૦૧૯ લોકસભાની દાવેદારી કરેલ ઉમેદવારોનાં સંપૂર્ણ બાયોડેટા પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજુ કરેલ છે. જેમાં જે.ટી.પટેલ, આદિત્યસિંહ જાડેજા, ભીખુભાઇ વારોતરીયા, વશરામભાઇ રાઠોડ, જેન્તીભાઇ દોંગા, જેન્તીભાઇ સભાયા, અશોક લાલ, નાથાભાઇ ગાગલીયા, ચિરાગભાઇ કાલરીયા, વિક્રમભાઇ માડમ, હેંમતભાઇ ખવા, જીવણભાઇ કુંભારવાડિયા, પુંજાબેન નકુમ, મુળુભાઇ કંડોરીયા, અરવિંદભાઇ ગજેરા, મેરામણભાઇ ગોરીયા અને મિતલબેન ગોરીયાની દાવેદારી કોંગ્રેસ પ્રદેશ સમિતિ સમક્ષ રજુ કરી આપેલ છે.

(12:12 pm IST)