Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના પ્રશ્ને રજૂઆત

ભાવનગર, તા. રર : વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે વેસ્ટર્નના જનરલ મેનેજરશ્રી અનિલકુમાર  ગુપ્તા બ્રોડગેજ વર્કશોપમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા વર્કશોપ કર્મચારીઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવેલ. ડીવિઝનલના ડીવિઝનલ સેક્રેટરી બી.એન. ડાભી તથા ડીવિઝનલ ચેરમેન ગીરીશ મકવાણાની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરાઇ હતી.

જે કર્મચારીઓને સોંપાયેલ કવાટર્સમાં વિવિધ સુવિધાઓ આપવા માટે વધારાનું ફંડ વર્કશોપ સ્થિતિ ડિસ્પેસરીમાં ડોકટરની કાયમી ધોરણે નિમણૂક, વર્કશોપમાં લગભગ ૮૦૦ કર્મચારીઓ કાર્યરત છે તેની સામે ફકત ર૦૦ જેટલા જ કવાટર્સ હોવાથી વધારાના કવાટર્સની વ્યવસ્થા કરવા અંગે ફંડની જોગવાઇ કરવી. વર્કશોપના કર્મચારીઓને ગ્રુપ ઇન્સેટિવ સ્કીમનો લાભ, કર્મચારીઓને યુનિફોર્મ અને પ્રોટેકટિવ ગારમેન્ટસ આપવા, વર્કશોપમાં એસ. એન્ડ ટી સ્ટાફની નિમણૂંક કરવી, વર્કશોપમાં સ્ટોર ડિપાર્ટમેન્ટ સહિત તમામ વિભાગમાં ખાલી પડેલ તમામ જગ્યાઓ તાત્કાલીક ભરવા માંગ કરી હતી.

પ્રતિનિધિઓ દ્વારા ઉપરોકત તમામ માંગણીઓ જનરલ મેનેજર સમક્ષ વિસ્તારથી રજૂઆત કરવામાં આવેલ અને જનરલ મેનેજર દ્વારા ઘટતુ કરવા બાહેંધરી આપી હતી.

(12:11 pm IST)