Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ધારીનાં સ્મશાનમાં ચુલામાંથી લોખંડની ચોરી કરનાર દેવીપૂજક મહિલા ઝડપાઇ

ધારી તા. રર :.. ધારીના સ્મશાને મૃતદેહની અત્યેષ્ટિ માટે ગોઠવવામાં આવેલા બીડનાં લોખંડના ચૂલા પરથી કાયમી લોખંડ ઉસેડી ચોરી જવાની ઘટના સામન્ય રીતે બન્યા કરે છે આવા ટાણે સ્મશાનની કમ્પાઉન્ડ વોલ ઓળંગી મોટું બારદાન ભરી પલાયન થઇ રહેલી એક ચોરની સ્મશાને રિનોવેશન કામગીરી જોવા  ગયેલા ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઇને નજરે ચઢી ગયેલ સ્મશાન પરિસરમાં દોટ મુકવા છતાં નદીમાં ઉતરી ચોરની ઓગળી ગઇ હતી.

ઉપસરપંચે આ મતલબની જાણ તુરંત સરપંચ જીતુભાઇ જોશીને કરતા પોલીસ ફરીયાદની તજવીજ હાથ ધરી હતી. અને આ મુદ્ે હરકતમાં આવેલા પોલીસે ગાંધી બ્રીજ વાળી નદીના પટમાં રહેતી ચંદ્રી બીરજુ દેવીપૂજક મહિલાની મુદામાલ સાથે તેના ઝોકમાંથી જ અટકાયત કરી ઉઠાવી લઇ આગવી ઢબે સરભરા પણ કરી હતી રીનોવેશન કાર્ય પાર પાડી રહેલા પંકજ જૈનને મહિલા પાસેથી બરામત થયેલ ભંગાર સહિતની ચીજ વસ્તુનું પોલીસે નિદર્શન કરાવતા પંકજ જૈને વસ્તુઓ ઓળખી દેખાડી હતી.

આ મુદે સરપંચ જીતુભાઇ જોશી દ્વારા પોલીસને લેખીત પાઠવી અગાઉ કાયમ માટે થયેલ ચોરીનો ઉકેલ લાવવા તથા અ મહિલા દ્વારા કોને કોને કેટલી વાર માલ વહેંચ્યો છે તેની જીણવટભરી તપાસ કરવામાં આવે તથા કુલ કેટલી વાર સ્મશાનમાં પ્રવેશી ચોરી કરેલ છે તે ઓંકાવવામાં આવે તેવી માંગણી કરી છે.

(12:11 pm IST)