Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ગારીયાધારમાં પીજીવીસીએલ દ્વારા ચેકીંગના બહાને નિઃસહાય પરિવારને રંઝાડ

ગારીયાધાર તા ૨૨ :  રોય શેરી ખાતે ત્રણ દિકરીઓ સાથે રહેતી વિધવા મહિલા પ્રવિણાબેન ભરતભાઇ બારોટના ઘરના સરનામા સાથે PGVCL વડોદરા ખાતે વારંવાર ચોરીની ફરીયાદો કરીને આ નિસહાય પરીવારને કન્નડગત કરવામાં આવી રહ્યા છે.

પ્રવીણાબેન દ્વારા આ બાબતેજણાવ્યા પ્રમાણે PGVCL ની આ ટીમો દ્વારા તેમના ઘરે સાત વખત ચેકીંગ માટેઆવી છે. આ ટીમો વ્હેલી સવારે ૬ વાગ્યે, રાત્રીના ૧૧ કલાકે, કેટલીકવાર ગારીયાધાર પોલીસના બંદોબસ્ત સાથ ેતો કેટલીકવાર PGVCL ની સીકયુરીટી સાથે વારંવાર ચેકીંગ માટેઆવી રહી છે.

આ ટીમો દ્વારા ખોટી રીતે કોઇ પણ પ્રકારની ચોરી વગર દંડ પણ  ફટકારાયો છે. આ બાબતે ગારીયાધાર PGVCL કચેરી ખાતે લેખીતમાં પણ આ વારંવારની રંજાડ બાબતે ફરીયાદ કરવામાં આવી છે, પરંતુ આ વારંવાર ચેકીંગના બહાને પુરૂષની ગેરહાજરી હોવાથી નિઃસહાય પરીવારને ન્યાય મળવા પામ્યો નથી.

ડેપ્યુટી ઇજનેરશ્રી ટાંકે જણાવ્યું કે વડોદરા ઓફીસમાં જ ચોરીની ફરીયાદ નામ જોગ કરવામાં આવી છે, જેના કારણે અમારે ચેકીંગ કરવુ  પડતું   હોય છે, અરજદારે આ બાબતે ડિીવીઝન ઓફીસે લેખીત ફરીયાદ આપવામાં આવે તો આ પ્રશ્નનું નિરાકરણ શકય બનેે.

આ વિધવા મહીલાના પરિવાર ખોટી ફરીયાદોના  પગલે વારંવાર  આપતા PGVCL નાઅધિકારીઓ હેરાનગતીથી પિડાઇ રહયા છે.

(12:10 pm IST)