Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કચ્છના ચિયાસરમાં મુંબઇના વર્ધમાન પરીવાર દ્વારા ઢોરવાડાનો પ્રારંભ

રાજકોટ : કચ્છમાં આ વર્ષે અછત દુષ્કાળની સ્થિતી હોય હજારો પશુઓને બચાવવા વર્ધમાન પરિવાર મુંબઇ દ્વારા અનેક સ્થળોએ ઢોરવાડાઓ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને દાતાઓના સહકારથી શરૂ કરવામાં આવેલ છે. છ મહીનાથી નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાઓમાં રાહતકાર્ય શરૂ કરાયુ છે. ૧૩૩ ગામના ૧૬૦૦૦ થી વધારે પશુઓ આશરો લઇ રહ્યા છે. કચ્છના કેટલ કેમ્પની વ્યવસ્થા વર્ધમાન પરિવારના દેવચંદભાઇ, જીતુભાઇ, કમલેશભાઇ, પ્રકાશભાઇ ડાભી, અશોકભાઇ, હીરેનભાઇ, મંગલભાઇ, રમેશભાઇ છેડા, મહેન્દ્રભાઇ, રમેશભાઇ સહીતના સંભાળી રહ્યા છે. અતુલભાઇ શાહ અને કમલેશભાઇ શાહ સહયોગી બની રહ્યા છે. અબડાસાના એક અંતરીયાળા ચિયાસર ગામેથી ચાલતા અભિયાન અંતર્ગત અનેક ઢોરવાડાનું સંચાલન શરૂ કરાયુ છે. જેમાં અંદાજીત ૨૦ હજાર પુશઓનો નિભાવ થઇ રહ્યો છે. વર્ધમાન પરિવાર મુ઼બઇના ટ્રસ્ટીઓ દેવચંદભાઇ ગડા, જીતુભાઇ શાહ, રાજેશભાઇ શાહે શરૂ કરેલ આ અભિયાનને આગળ વધારવાની નેમ પૂર્વ રાજય મંત્રી તારાચંદભાઇ છેડાએ વ્યકત કરી હતી. આ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સજીવ ખેતીના નિષ્ણાંત મનોજભાઇ સોલંકીએ પ્રાસંગીક વકતવ્ય આપેલ તેમજ સાધ્વી રત્નશ્રેયાજી સાથેના વૃંદે માંગલીક ફરમાવેલ. ગઢશીશાથી ચંદુમાં તેમજ દાતાઓ અને જીવદયાપ્રેમી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ મિતલ ખેતાણીની યાદીમાં જણાવાયુ છે.

(12:10 pm IST)