Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કાજલીમાં વીર જવાન જીતેન્દ્રસિંહને શ્રધ્ધાંજલી અર્પી

પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાના કાજલી ગામે કોડીનાર તાલુકાના અરણેજ ગામના વિર જવાનને શ્રધ્ધાંજલી માટે સર્વ  ગ્રામજનો સાથે મળીને શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયેલ. જેમાં ગામના હિન્દુ/મુસ્લિમ સહિત દરેક લોકોએ હાજરી આપી અને વિર જવાનના નારા અને ભારત માતાકી જય ઘોષ સાથે વિર જવાનોને પૂષ્પો અર્પણ કરી વંદન કરેલ. જી.પં. ના સદસ્ય અને ભાજપના મહામંત્રી માનસિંહભાઇ પરમારે જણાવેલ કે જીતેન્દ્રભાઇ કોડીનાર તાલુકાના અરણેજ ગામના વતની છે પરંતુ તે કાજલી ગામના જમાઇ છે. જીતેન્દ્રસિંહના ગામ અરણેજમાં માત્ર વણકર (દલિત) સમાજનાં ર૪ થી રપ યુવાનો આર્મીમાં જોડાયેલ છે અને દેશની સેવાઙ્ગ કરે છે જે ગર્વની  વાત છે.  કાજલી ગામના સરપંચ મેરગભાઇ બારડ, માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર નરેન્દ્રસિંહ ઝાલા, મુસ્લીમ પટણી સમાજના પટેલ અબ્દુલભાઇ સુમરા, જાણીતા સ્ટેઝ  કલાકાર દેવગીરી ગૌસ્વામી, વિરજવાન જીતેન્દ્રસિંહના સસરા અને વણકર સમાજના મંત્રી ટાભાભાઇ પરમાર  અને સમગ્ર કાજલી ગામના લોકોએ આ વિર જવાનની શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં હાજરી આપી અને વિર જવાનની ઙ્ગતસ્વીરને પૂષ્પો અર્પણ કરી વંદન કરેલા હતા.

(12:04 pm IST)