Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કોડીનાર પોલીસ અને અંબુજા મલ્ટીહોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેડ ઈન્જરી ડેની ઉજવણી

કોડીનારઃ ૨૦ માર્ચ સામાન્ય રીતે વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે, પરંતુ આજ દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૨૦૧૨થી વર્લ્ડ હેડ ઈન્જરી ડે તરીકે મનાવાઈ રહ્યો છે. વિશ્વમાં થતા વાહન અકસ્માતોમાં ૯૦ ટકા લોકોનું માથાના ભાગે ઈજા થવાથી (હેડ ઈન્જરી)ના કારણે મૃત્યુ થાય છે. ત્યારે વાહનચાલકોમાં સાચી સમજ આવે અને તેઓ સુરક્ષિત ડ્રાઈવીંગ કરતા થાય અને અકસ્માતો નિવારી શકાય તે હેતુથી જ વર્લ્ડ હેડ ઈન્જરી ડે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેડ ઈન્જરી ડે ને નિમિતે કોડીનાર પોલીસના ઈન્ચાર્જ પી.આઈ.હેરમાં, ટ્રાફીક પોલીસના જવાનો, અબુંજા મલ્ટીહોસ્પીટલના ડોકટર્સ અને અન્ય સ્ટાફે આજે હાઈવે ઉપરથી પસાર થતા બાઈક ચાલકોને હેલ્મેટની અગત્યતા સમજાવી ચોકલેટ આપી હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને જે બાઈકચાલકો હેલ્મેટ પહેરીને પસાર થયા તેમને ગુલાબ આપી સન્માન કરી મોંઢુ મીઠું કરાવ્યું હતું. આ ઉપરાંત સીટ બેસ્ટ પહેરીને કાર ચલાવતા કારચાલકોને પણ સન્માનિત કરાયા હતાં. પોલીસ તંત્ર દ્વારા આજના દિવસે કોઈપણ વાહનચાલકોને દંડ ન ફટાકારી ગાંધીગીરી કરતા પોલીસની આ કામગીરીથી લોકોને આશ્ચર્ય થયું હતું.

(12:03 pm IST)