Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કેશોદના ઇસરા ગામે ધુણેશ્વર દાદાનો અનોખો ધુળેટી મેળો માણતા ગ્રામજનો

કેશોદ, તા.૨૨: કેશોદ તાલુકાના ઈસરા ગામે નાગ દેવતા ધુણેશ્વર દાદાનું મંદિર આવેલછે જયાં વર્ષોથી ધુળેટીના દિવસે મેળો યોજાયછે મંદિરને મનમોહક લાઈટીંગથી શણગારવામાં આવે છે. આ મેળાની વિશેષતા એ છે કે ધુણેશ્વર દાદાને ધુળ ચડાવવામાં આવેછે શ્રધ્ધાળુઓ એક ખોબો ધુળ ચડાવેછે તે ઉપરાંત શ્રીફળથી પારણાં નીમક તથા દ્યઉની દ્યુદ્યરી ધરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર ભરમાં અને જુનાગઢ જીલ્લામાં એક માત્ર દ્યુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે જયાં આજુબાજુના આસરે પચ્ચીસથી પણ વધારે ગામોના લોકો જેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધુળેટીના દિવસે ધુણેશ્વર દાદાને સવા મણની દ્યઉની દ્યુદ્યરી ધરવામાં આવેછે અને તેની પ્રસાદી લેવામાં આવે છે. આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ કટલેરી બજાર રમકડાના સ્ટોલમાં લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરેછે જે ખરીદી કરનારાઓની પણ ભારે ભીડ જોવા મળે છે.

ધુણેશ્વર દાદાના મંદિરના લાભાર્થે કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવેછે જેમાં જુદા જુદા ગામોના કલાકારો તથા સેવાભાવીઓ દ્વારા નિૅંસ્વાર્થ ભાવે સેવા આપવામાં આવેછે તેમાંથી એકઠું થતું ફંડ ધુણેશ્વર દાદાના મંદિરના સેવાકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મેળામાં અશ્વ દોડ હરીફાઈ પણ આકર્ષણનું કેન્દ્ર બનેછે આજુબાજુના ગામોના અશ્વ પાલકો અશ્વો ને શણગારી મેળામાં વિવિધ હરીફાઈ યોજવામાં આવેછે જેમાં રેવલ ચાલ દોડ હરીફાઈ યોજવામાં આવે છે.

ઈસરા સમસ્ત ગામ ધુણેેશ્વ ગૃપ દ્વારા ભોજન પ્રસાદીનુ આયોજન કરવામાં આવેછેે જેનો લાભ પણ લોકો લે છે.

ધુણેશ્વર દાદાના મેળામાં ધુળેટીના દિવસે સવારથી લોકો ઉમટી પડેછે આખો દિવસ મેળાની મોજ માણેછે આ મેળામાં આજુબાજુના પચીસ થી પણ વધારે ગામોના લોકો મેળાનો લાભ લેછે વર્ષો પહેલાં આ મેળામાં શણગારેલા બળદ ગામડાઓમાં લોકો મેળો કરવા આવતા અને બળદ ગાડાની હરીફાઈઓ પણ યોજાતી ધીમે ધીમે ટ્રેકટર ફોરવ્હીલ તથા બાઈકો સહીતના વાહનોની સગવડો વધતી જતા હાલમાં બળદ ખાડાઓ જવલ્લે જ જોવા મળે છે.

મેળાની સુરક્ષા માટે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહીતનો પોલીસ કાફલો મેળાની સુરક્ષામાં તૈનાત રહેછે સવારથી શરૂ થતો મેળો બપોર સુધી લોકોની ભારે ભીડ જોવા મળેછે હજારો શ્રદ્ઘાળુઓ મેળાનો તથા દર્શનનો લાભ લે છે.

(12:02 pm IST)