Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જામનગરમાં હાર્દિક પટેલ હાય.. હાય.. ના નારા

ધૂળેટી કાર્યક્રમમાં ૧૨ મિનીટ સુધી માઇક પકડીને ઉભુ રહેવુ પડ્યુ

જામનગરઃ હાથમા માઇક પકડીને ઉભા રહેલ હાર્દિક પટેલ બીજી તસ્વીરમાં '' હાર્દિક પટેલ હાય.. હાય..''ના નારા લગાવતા લોકો નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર.)

જામનગર, તા.૨૨:  કોંગ્રેસમા જોડાયેલા હાર્દિક પટેલ જામનગરથી લોકસભા ઇલેકશન લડે એવી પૂરતી સંભાવના છે પણ ગઇ કાલે જામનગરમાં જે કંઇ બન્યું એના પછી ખુદ હાર્દિક પણ જામનગરમાંથી ઇલેકશન લડવી કે નહીં એના વિશે વિચારતા થઇ ગયા છે.

ગઇ કાલે જામનગરમાં 'કેસુડો ફેસ્ટિવલ' નામના ધુળેટી સેલિબ્રેશન ફંકશનમાં હાર્દિક પટેલને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા.

સ્ટેજ પર ગયા કે તરત જ ધૂળેટી રમવા આવેલા લોકોએ 'હાર્દિક હાય-હાય'ના નારા શરૂ કર્યા. થોડી વાર સુધી આ ચાલ્યું અને એ પછી લોકોને શાંત પાડવા માટે આયોજકોએ તેને સીધું માઇક જ આપી દીધું. જોકે ખૈલેયાઓનો મૂડ હજુ પણ વિરોધનો જ હતો અને જેવું હાર્દિકે બોલવાનું શરૂ કર્યું કે તરત જ ' મોદી ભાઇ-ભાઇ'ના નારા શરૂ કરી દીધા. લોકો ચૂપ થાય અને હાર્દિકને જેવું બોલવા જાય કે તરત જ ચૂપ થાય અને હાર્દિક જેવું બોલવા જાય કે તરત જ ચૂપ થયેલા હજારો લોકો ફરીથી નારા ચાલુ કરી દે. આવું લગભગ બાર મિનિટ સુધી ચાલ્યું અને બાર મિનિટ સુધી હાર્દિકે માઇક પકડીને એમ જ ઊભા રહેવું પડયું. લોકોએ તેને બોલવા જ ન દીધો, છેલ્લે નાક કપાયેલી આવી અવસ્થા વચ્ચે જ હાર્દિકે માઇક સંચાલકોને આપી સ્ટેજ પરથી ઊતરી જવું પડયું. આવી પરિસ્થિતિમાં આયોજકો પણ અકળાયા હતા. પણ આ પ્રોફેશનલ ઇવેન્ટ હતી. એટલેએ કશું કરી શકતા નહોતા.

આ ઘટના માટે હાર્દિક પટેલને પુછવામાં આવ્યું ત્યારે હાર્દિકે પહેલાં તો વાત હળવાશથી ટાળી દેવાની કોશિશ કરી પણ પછી તેણે કહ્યું હતું. ' જાહેર જીવનમાં આ કંઇ નવું નથી. આ ઘટનાથી પણ ખબર પડી કે જામનગર (લોકસભા ઇલેકેશન માટે તેની માટે)સેફ નથી દેખાતું. હવે આપણે પણ બીજી બેઠક પર ધ્યાન આપવું હોય તો આપી શકીશું.'

(11:59 am IST)