Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સ્થાનકવાસી જૈન સંઘ-બોટાદ ખાતે ચોમાસી પર્વની ઉજવણી

આવડે એટલું બોલવું નહીં, ભાવે એટલે ખાવું નહીં: પૂ. ધીરજમુનિ

રાજકોટ તા. રરઃ શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સ્વસ્તિક સોસાયટી ખાતે ગચ્છાધિપતિ પૂ. શ્રી અમીગુરુદેવની ઉપસ્થિતિમાં ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરજગુરુદેવે ચોમાસી પાખી પર્વ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને કહેલ કે નો ઓવરસ્પીક નો ઓવર ઇટ અને નો ઓવરવાઇઝ અર્થાત્ આવડે એટલું બોલો નહિ, ભાવે એટલું ખાઓ નહિ અને વાતવાતમાં શીખામણ આપો નહિં. જીવનમાં હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક કરતાં શીખી જાઓ. પૂ. શૈલેશમુનિજીએ જણાવેલ કે સંતોના સત્સંગથી સદ્દગતિ અવશ્ય પ્રાપ્ત થાય છે.જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે આગમ સેટ ટ્રસ્ટીઓને હિતેન અજમેરાએ અર્પણ કરેલ. જયારે જીવદયા કળશનો લાભ શીવલાલ હરખચંદ તુરખાવાળા તેમજ સાતાકારી પાટનો ર૪ હજાર રૂપિયામાં પાંચ દાતાઓએ તેમજ અમીપ્રસાદી યોજનામાં દૈનિક તિથિમાં ઘણા ભાવિકો જોડાતાં ઉમંગ છવાયો હતો. આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા.ની ૧૪મી પુણ્યતિથિ ઉપલક્ષે પ૦ જેટલા ભાવિકો રત્નમય તપમાં જોડાયા હતા.

(11:59 am IST)