Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧પ દિવસમાં સ્વાઇનફલુના ૨૦ કેસ

વઢવાણ, તા.૨૨: ઝાલાવાડમાં છેલ્લા એક પખવાડિયામાં ૨૦ જેટલા ફલુના કેસો નોંધાય છે. જયારે જોરાવરનગર, સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લખતર, સરા, થાનમાં મોત થતા ચિંતાની લાગણી ફેલાઇ છે. આ અંગે ડોકટર મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ કે સ્વાઇન ફલુથી લોકોએ ડર નહીં પરંતુ જાગૃતતા રાખવાની જરૂર છે. બે ત્રણ દિવસ સતત તાવ, શરદી અને ઉધરસ આવે તો તુરંત ટેમીફલૂ દવા લઇને ડોકટરને બતાવવુ જોઇએ. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય તંત્રમાં ડોર ડુ ડોર સર્ર્વે અને ટેબલેટ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગના ઇએમઓ અરવિંદસિંગે જણાવ્યુ કે જિલ્લામાં સ્વાઇનફલુના અંદાજે ૧પ જેટલા કેસો નોંધાયા છે.

જાણવા મળે તેવા કિસ્સામાં આરોગ્યની ટીમ ઘટનાસ્થળે દોડી જાય છે. આ ટીમ ડોર ટુ ડોર સર્વે કરી સાત વર્ષથી નીચેના બાળકો અને પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ત્વરીત ટેબલેટનું વિતરણ કરવામાં આવે છે. હાલ સવે લેન્સની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે.

(11:55 am IST)