Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સુરેન્દ્રનગર પાલિકાના પૂર્વ મહિલા સભ્યના મકાને દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વઢવાણ તા.૨૨: સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ જી.જી.પરમાર સહિતનાઓ મંગળવારે રાત્રે શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે બહુચર હોટલ નજીક વોરાના ડેલામાં લીલાબેન બટુકભાઇ બાંટીયાના ભાડાના મકાનમાં દેશીદારૂની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં ૨૪ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૪૮૦ દેશી દારૂ બનાવવાનો ૮૦૦ લીટર આથો કિંમત રૂપિયા ૧૬૦૦ દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો સહિત રૂપિયા ૫૧૩૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આ દરોડો પાલિકાના પૂર્વ મહિલા સુધરાઇ સભ્યના મકાને પાડવામાં આવ્યો હતો જયાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હતી.

(11:55 am IST)