Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જુનાગઢની ભિયાળ સરકારી શાળામાં ઇનામ-વિતરણ

 જુનાગઢઃ સરકારી પ્રાથમીક શાળા-ભિયાળ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક ઉજવણી અને ઇનામ વિતરણ સમારોહ યોજાયેલ હતો .જેમા વિદ્યાર્થીઓ દ્વારા ૧૭ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવેલ તેમજ વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાના વિજેતા દ્યિાર્થીઓને ઇનમા આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ હત. રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ વિનુભાઇ ઠુંબરના પ્રતિનિધિ તરીકે રમેશભાઇ ગઢીયા તેમજ જુનાગઢ તાલુકા વિકાસ અધિકારી જાડેજા, ગ્રામ પંચાયતના સરપંચ હરસુખભાઇ અભંગી તેમજ સહકારી મંડળીના અધ્યક્ષ રામભાઇ અકબરી અને ગામના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત, ધર્મ અને સામાજિક સંદેશ આપતી કૃતિઓ રજુ કરીને દર્શકોને મનોરંજન સાથે સંદેશ આપ્યો હતો વિદ્યાર્થી-વાલી સહિત લગભગ ગામના પ૦૦ વ્યકિતઓએ અલ્પાહાર સાથે આ કાર્યક્રમ માણ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ લોકફાળા દ્વારા કરવામાંં આવેલ હતો. અગ્રણીઓ તેમજ ગામ લોકો દ્વારા ઉદાર હાથે લોકફાળો આપેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાવ્યવસ્થાપન સમિતી આચાર્ય અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:16 am IST)